For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાલી ઓફિસ જ નહીં પરંતુ કપિલ શર્માનું ઘર પણ ગેરકાનૂની..

|
Google Oneindia Gujarati News

લોકપ્રિય કોમેડિયન કપિલ શર્માએ લાંચને લઈને એક ટવિટ કરી હતી. જે ટવિટ પછી સોશ્યિલ મીડિયા પર જાણે ભૂકંપ આવી ગયો. પરંતુ હવે બીએમસીએ કપિલ શર્મા વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. તાજા રિપોર્ટ અનુસાર બીએમસીએ કપિલ શર્મા વિરુદ્ધ ગેરકાનૂની નિર્માણ અને નિયમોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે.

કપિલ શર્માએ મોદીને ફરિયાદ કરી, 'શું આ જ છે અચ્છે દિન?કપિલ શર્માએ મોદીને ફરિયાદ કરી, 'શું આ જ છે અચ્છે દિન?

બીએમસીએ કહ્યું છે કે કપિલ શર્માની ઓફિસ જ નહીં. પરંતુ તેનો ગોરેગાંવવાળો એપાર્ટમેન્ટ પણ ગેરકાનૂની છે. આ મામલે તેમને નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ તેઓ માન્યા જ નહીં એટલા માટે હવે અમે તમને વિરુદ્ધ કાર્યવાહી કરી શકીએ છે.

kapil sharma

આપણે જણાવી દઈએ કે કપિલ શર્મા અને બીએમસી વચ્ચે આ આરોપો એટલા માટે ચાલી રહ્યા છે કે શુક્રવારે કપિલ શર્માએ ગુસ્સે થઇ ને એક ટવિટ કરી હતી. જેમાં તેમને નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા હતા. જેમાં લખ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી હું 15 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ ભરું છું. તેમ છતાં મારે ઑફિસ ખોલવા માટે બીએમસીને 5 લાખની લાંચ આપવી પડશે?

કપિલ શર્માનું કહેવું છે કે, તેમની પાસેથી લાંચ માંગવામાં આવી રહી છે. માટે તેમણે ડાઈરેક્ટ પ્રધાનમંત્રી મોદીને આ પ્રશ્ન કર્યો કે, શું આ જ છે તમારા અચ્છે દિન? તે મુંબઈમાં પોતાની ઓફિસ બનાવવા માંગે છે, તેના માટે બીએમસીના અધિકારીઓ 5 લાખ રુપિયા લાંચ માંગે છે.

English summary
Comedian Kapil Sharma's bribe tweets against the BMC seems to have backfired, with the civic body claiming that the artist had flouted norms not only in his Versova office building but also in his apartment in suburban Goregaon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X