For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિબ્બલનો મોદી પર વળતો પ્રહાર, કહ્યું 'દિલ્હી હજુ દૂર છે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પુણે, 29 એપ્રિલ: બેંગ્લોરમાં ચૂંટણી રેલી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના છોંતરા કાઢી નાખ્યા બાદ આજે કેન્દ્રીય ટેલીકોમ મંત્રીએ કપિલ સિબ્બલે નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કર્યો હતો. ભાજપમાં નરેન્દ્ર મોદીની ઉમેદવારી પર નિશાન સાધતાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર બની ન શકે, ભાજપમાં આંતરિક કંકાસ વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીની ઉમેદવારીને અસર કરશે.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનાવાના સંકેતો પર પાણી ફેરવી વાળતાં કેન્દ્રીય ટેલીકોમ મંત્રી કપિલ સિબ્બલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી માટે હજુ દિલ્હી દૂર છે. કપિલ સિબ્બલે ભાજપમાં ચાલુ આંતરીક કંકાસ પર બોલતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર સુધી કોણ પહોંચવા દેશે? પાર્ટીમાં ઘણા લોકોની નજર વડાપ્રધાન પદ પર છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે તેમાં વર્ષોથી ખુરશી પાછળ પડેલા પાર્ટીના નેતાઓનો પણ સમાવેશ થાય છે. માટે નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન બનવું અશક્ય છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના એક સંમેલનને સંબોધિત કરતાં કપિલ સિબ્બલે નરેન્દ્ર મોદી પર ખોટા આંકડાઓ સાથે ગુજરાતના વિકાસની ખોટી તસવીર રજૂ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું હતું કે વાસ્તવમાં કુપોષણની સાથે સાથે રાજ્યમાં ગરીબી રેખાથી નીચે રહેનારા લોકોની સંખ્યા ગ્રામીણ વિસ્તારોમાં વધી રહી છે. નરેન્દ્ર મોદીના વિકાસ મોડલ પર નિશાન સાંધતાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે જો ગુજરાતે કોઇ વિકાસ કર્યો છે તો તેની પાછળ નરેન્દ્ર મોદી નહી પરંતુ લોકોનો હાથ છે. નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે પોતાનો અસલી ચહેરો છુપાવવા માટે મુખોટું પહેર્યું છે. તેમની પાસે ગયા પછી અસલી ચહેરો સામે જોવા મળે છે.

English summary
Taking potshots at Gujarat CM Narendra Modi, Union Minister Kapil Sibal said that internal bickering within the BJP would frustrate Modi's bid for Prime Ministership.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X