For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિકાસ દૂબે સાથે સંબંધ રાખનારાઓને બચાવવા માટે એનકાઉન્ટર કરાયુઃ કપિલ સિબ્બલ

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ટ્ટવિટ કરીને વિકાસ દૂબેના એનકાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કાનપુર એનકાઉન્ટરમાં 8 પોલિસકર્મીઓની બેરહેમીથી હત્યા કરનાર હિસ્ટ્રીશીટર વિકાસ દૂબેનુ શુક્રવારે કાનપુરથી 17 કિમી પહેલા એનકાઉન્ટર કરી દેવામાં આવ્યુ. આ એનકાઉન્ટર વિશે ઘણા સવાલ ઉઠી રહ્યા છે. રાજકારણ પણ ગરમાઈ રહ્યુ છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ટ્ટવિટ કરીને વિકાસ દૂબેના એનકાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે. સિબ્બલે કહ્યુ કે શું આ જ 'વિકાસ'ની રાજનીતિ છે? શું આ પ્રકારના એનકાઉન્ટરનો અર્થ તેની સાથે જોડાયેલા અન્ય લોકોને બચાવવાનો છે? કોંગ્રેસ નેતાએ એ પણ સવાલ કર્યો કે શું અથડામણ આરોપી સાથે લોકોના કથિત સંબંધોને કવર કરવા માટે કરવામાં આવી હતી.

kapil sibbal

કપિલ સિબ્બલે ટ્વિટ કર્યુ કે યુપીમાં 'ઠોકી' રાજ નિયમ કાયદાનો પર્યાય છે. શું આ વિકાસની રાજનીતિ છે? શું રાજ્ય એટલુ નિસહાય છે કે તે આરોપીને સુરક્ષિત નથી લઈ જઈ શકતુ? કે આવા એનકાઉન્ટર આરોપીઓ સાથે જોડાયેલ સુરક્ષા માટે છે? તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ એસટીએફની ટીમ વિકાસ દૂબેને ઉજ્જૈનથી લઈને કાનપુર આવી રહી હતી. અચાનક રસ્તામાં આવતા જાનવરોને બચાવવાના ચક્કરમાં તે ગાડી પલટી ખાઈ ગઈ જેમાં દૂબે બેઠેલો હતો. દૂબેએ મોકાનો ફાયદો ઉઠાવીને ભાગવાનો પ્રયાસ કર્યો જેમાં તે માર્યો ગયો.

શુક્રવારે સાંજે છ વાગે કાનપુરનની હેલટ હોસ્પિટલમાં ત્રણ ડૉક્ટરો અરવિંદ અવસ્થી, શશિકાંત મિશ્ર અને વિપુલ ચતુર્વેદીની પેનલે લગભગ બે કલાક વીડિયોગ્રાફી વચ્ચે પોસ્ટમોર્ટમ કર્યુ અને મોડી સાંજે કડક સુરક્ષા વચ્ચે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

ગરીબ છોકરીઓએ 12માં ધોરણમાં કર્યુ શાનદાર પ્રદર્શન, હવે સ્નાતક માટે જશે ઑસ્ટ્રેલિયાગરીબ છોકરીઓએ 12માં ધોરણમાં કર્યુ શાનદાર પ્રદર્શન, હવે સ્નાતક માટે જશે ઑસ્ટ્રેલિયા

English summary
Kapil Sibal on Vikas Dubey encounter: Is the state so powerless that it cannot safely bring accused to trial?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X