પીએમ મોદી પર કોંગ્રેસનો પલટવાર, તેમને પોતાના દાદા-દાદી વિશે ખબર નથી
છત્તીસગઢની ચૂંટણી રેલીમાં પ્રધાનમંત્રી મોદીના કોંગ્રેસ અધ્યક્ષને તેમના દાદા દાદી, નાના નાનીના કામો અંગે પૂછાયેલા સવાલ પર કપિલ સિબ્બલે નિશાન સાધ્યુ છે.
છત્તીસગઢની ચૂંટણી રેલીમાં પ્રધાનમંત્રી મોદીના કોંગ્રેસ અધ્યક્ષને તેમના દાદા દાદી, નાના નાનીના કામો અંગે પૂછાયેલા સવાલ પર કપિલ સિબ્બલે નિશાન સાધ્યુ છે. કોંગ્રેસ નેતાએ કહ્યુ, હું પીએમને પૂછવા ઈચ્છુ છુ કે સરદાર સરોવર, હીરીકુંડ, ટીહરી અને ભાખરા બંધ કોણે બંધાવ્યા? શું આ મોદીજીના દાદા દાદીએ બનાવ્યા કે તેમના પક્ષના દાદા-દાદીએ. કમાલ છે કે મોદીને ભારતના ઈતિહાસ વિશે કંઈ પણ ખબર નથી.

કપિલ સિબ્બલે કહ્યુ કે આરએસએસના લોકો અંગ્રેજો સાથે હતા અને 1942ના ભારત છોડો આંદોલનનો વિરોધ કરી રહ્યા હતા. આ તેમના દાદા-દાદી અને નાના-નાનીની સચ્ચાઈ છે. બદનસીબે તે પોતાના દાદા-દાદી વિશે જાણતા નથી, તેઓ જાણતા હોત તો સારુ હતુ. શુક્રવારે નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના અંબિકાપુરમાં રેલીમાં રાહુલ ગાંધીને પૂછ્યુ હતુ કે શું તમે ચાર પેઢીઓથી દેશ પર રાજ કરી રહ્યા છો, તમે શું કર્યુ. શું તમારા દાદા-દાદી, નાના-નાનીએ છત્તીસગઢમાં પાણીની પાઈપો નખાવી, શું રમણસિંહ તેને ઉખાડીને લઈ ગયા. મોદીના દાદા-દાદીવાળા આ નિવેદન પર કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા આવી છે.
અંબિકાપુરની રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે રાજદરબારીઓને એક જ પરિવારના ગીત ગાવાનો મોકો મળે છે. તેમને અંબિકાપુરના લોકો જ જવાબ આપી શકે છે. મોદીએ કહ્યુ, સરકારે હંમેશા ગરીબો માટે કામ કરવુ જોઈએ. અમારી સરકારે કોઈ ભેદભાવ વિના દરેક જણ માટે કામ કર્યુ છે. જ્યારે અટલ બિહારી વાજપેયીજીએ છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ બનાવ્યુ તો કોઈ પ્રકારનું આંદોલન થયુ નહોતુ. કોંગ્રેસે માત્ર તેલંગાના બનાવ્યુ અને આટલો મોટો હોબાળો થઈ ગયો.
પ્રધાનમંત્રીએ અહીં કહ્યુ, હું તો દરરોરજ પોતાના ચાર વર્ષોનો હિસાબ આપુ છુ, કોંગ્રેસવાળા તો પણ આંસુ સારે છે કે ચાવાળો દેશનો પ્રધાનમંત્રી કેવી રીતે બની ગયો. કહી રહ્યા છે કે નહેરુના કારણે ચાવાળો પ્રધાનમંત્રી બન્યો તો એક વાર 5 વર્ષ માટે પોતાના પરિવાર સિવાય બીજા કોઈને પક્ષના અધ્યક્ષ બનાવીને બતાવી દો.












Click it and Unblock the Notifications
