Kappa Variant: ડેલ્ટા પછી કોરોનાના કપ્પા વેરિઅંટનુ જોખમ, નીતિ આયોગે આ વિશે આપી માહિતી
ભારતમાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅંટ પછી હવે કપ્પા વેરિઅંટ વિશે ચર્ચા થઈ રહી છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅંટ પછી હવે કપ્પા વેરિઅંટ વિશે ચર્ચા થઈ રહી છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં કોરોનાનો નવો વેરિઅંટ કપ્પાના બે કેસ સામે આવ્યા છે. આ વેરિઅંટ સામે આવ્યા પછી લોકોની ચિંતા વધી ગઈ છે. પરંતુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે(9 જુલાઈ) કહ્યુ છે કે કપ્પા વેરિઅંટ ભારતમાં કોઈ નવો વેરિઅંટ નથી. દેશમાં પહેલા પણ આના કેસ આવી ચૂક્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે કોવિડ-19 કપ્પા સંસ્કરણ 'વેરિઅંટ ઑફ ઈન્ટરેસ્ટ' છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યુ, 'કપ્પા વેરિઅંટ વિશે ભારતમાં એ વખતે ખબર પડી જ્યારે ડેલ્ટા વેરિઅંટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિઅંટ જ વધુ પ્રભાવી અને ભારે રહ્યો.'

કપ્પા વેરિઅંટ નથી એટલો ખતરનાક, ફેબ્રુઆરી-માર્ચમાં મળ્યા હતા કેસઃ ડૉ. વીકે પૉલ
ડૉ. વીકે પૉલે કહ્યુ, 'કપ્પાનો વેરિઅંટ ડેલ્ટા વેરિઅંટ એટલો વધુ ખતરનાક નથી. કપ્પા વેરિઅંટ ખૂબ જ ઓછી તીવ્રતનો છે અને પહેલા ફેબ્રુઆરી અને માર્ચમાં દેશમાં કપ્પા વેરિઅંટના કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં ફેબ્રુઆરી અને માર્ચમાં જ કપ્પા વેરિઅંટ વિશે સૂચના આપી દેવામાં આવી હતી.' વધુમાં ડૉ. વીકે પૉલે જણાવ્યુ કે, 'દેશમાં કપ્પા વેરિઅંટના કેસ વિશે જાણવા મળ્યુ છે એનો અર્થ એ છે કે દેશમાં કપ્પા વેરિઅંટના કેસ હજુ પણ છે. કપ્પા વેરિઅંટની તીવ્રતા ઓછી છે પરંતુ અમે તેનુ નિરીક્ષણ કરીશુ.'

કપ્પાની વૈજ્ઞાનિક અસર પર આપવુ પડશે ધ્યાનઃ ડૉ. વીકે પૉલ
ભારતના ઉત્તર પ્રદેશમાં હવે કપ્પા વેરીઅંટના બે કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી એક 66 વર્ષીય દર્દીનુ મોત થઈ ગયુ છે. જેનાથી લોકોમાં ડર ફેલાઈ ગયો છે. ડૉ. વીકે પૉલે તેને ધ્યાનમાં રાખીને કહ્યુ કે આપણે કપ્પા વેરિઅંટની વૈજ્ઞાનિક અસર અને વેક્સીન ઈમ્યુનિટી પર નજર રાખવાની જરૂર છે.

WHOએ કપ્પા વિશે કહી આ વાત
કપ્પા વેરિઅંટને વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) દ્વારા પણ વેરિઅંટ ઑફ ઈંટરેસ્ટ(VOI) તરીકે નામિત કરવામાં આવ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને મેના અંતમાં વેરિઅંટનુ નામ કપ્પા આપ્યુ હતુ જ્યારે આના એક ડઝનથી વધુ કેસ મળ્યા હતા. કપ્પા વેરિઅંટમાં બેની ઓળખ કરવામાં આવી છે E484Q અને L452R. માટે કપ્પાને ડબલ મ્યુટન્ટ પણ કહેવામાં આવે છે.

કપ્પા વેરિઅંટના લક્ષણો
કોરોનાના કપ્પા વેરિઅંટથી સંક્રમિત કે પીડિત લોકોમાં ખૂબ જ તાવ, ખાંસી, ગળામાં ખારાશ, ગળામાં બળતરા અને માથામાં દુઃખાવો જેવા શરૂઆતના લક્ષણ દેખાય છે. કપ્પા વેરિઅંટના માઈલ્ડ અને ગંભીર લક્ષણ કોરોનાના અન્ય મ્યુટન્ટ્સના લક્ષણની જેમ જ ઘાતક હોય છે. જો કે કપ્પા વેરિઅંટ વિશે હાલમાં સંશોધનની કમી છે. આના માટે રિસર્ચ ચાલુ છે.












Click it and Unblock the Notifications
