એંગ્રી હનુમાન બનાવનાર કલાકારે તસ્વીર બનાવી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી
દેશભરમાં ગાડીઓના બમ્પર અને વિંડ શિલ્ડ પર જોવા મળતા એંગ્રી હનુમાનને બનાવનાર કરણ આચાર્યએ હવે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની એક તસ્વીર બનાવી તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
દેશભરમાં ગાડીઓના બમ્પર અને વિંડ શિલ્ડ પર જોવા મળતા એંગ્રી હનુમાનને બનાવનાર કરણ આચાર્યએ હવે પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીની એક તસ્વીર બનાવી તેમને શ્રદ્ધાંજલિ આપી છે. કરણ આચાર્યએ પોતાના ઓફિશીયલ ટ્વિટર હેન્ડલને ટ્વિટ કરીને એક કેપ્શન લખ્યું, 'તમે હંમેશા યાદ આવશો.' આ તસ્વીર વધુને વધુ વાયરલ બની રહી છે અને લગભગ 8 હજાર લોકોએ તેને લાઈક કરી છે. જ્યારે 2 હજારથી વધુ લોકોએ રીટ્વીટ કરી છે.

પીએમ મોદી કરી ચુક્યા છે વખાણ
કરણ આચાર્ય એંગ્રી હનુમાનની તસ્વીરથી ચર્ચામાં આવ્યા હતા. તેમની બનાવેલી તસ્વીરને સોશિયલ મીડિયા પર અને તમામ ગાડીઓની વિંડ શિલ્ડ પર લગાવી લોકોએ તેની ખુબ પ્રશંસા કરી હતી. કરણ વડાપ્રધાન મોદીની પણ એક તસ્વીર બનાવી ચુક્યા છે. કલાકાર કરણ આચાર્યની વડાપ્રધાન મોદીએ કર્ણાટકની ચૂંટણીઓ દરમિયાન રેલીમાં પ્રશંસા કરી ચુક્યા છે.
|
પહેલીવાર બની દાઢી વાળા રામની તસ્વીર
કેરળનું એક નાનું શહેર કાસરગોડમાં રહેતા આચાર્ય દેશના પ્રસિદ્ધ કલાકાર છે. ભગવાન રામની દાઢીવાળી તસ્વીર બનાવવા પાછળ કરણએ કહ્યું કે, નિર્વાસન પછી ભગવાન રામ ઘણા વર્ષોથી સુધી જંગલમાં રહ્યા હતા. એટલા માટે તેમણે આ તસ્વીરને આ રુપ આપ્યું છે. અત્યાર સુધી તસ્વીરોમાં લોકો ભગવાન રામને દાઢી વિના જોતા આવ્યા છે અને તે જ રુપ તેમના મનમાં વસી ગયું છે. પરંતુ આ તસ્વીર અલગ છે. શાંત સ્વભાવના માનવામાં આવતા ભગવાન રામ ભગવાનની પોટ્રેટમાં ચેહરા પર જે ભાવ રાખેલો છે,તેમાં કોઈ ગુસ્સો નથી કે શાંતિ નથી. તેમાં બન્ને ભાવોનું મિશ્રણ છે.

વિદેશોમાં પણ હિટ છે રૌદ્ર હનુમાન
આચાર્યએ હનુમાન પર બનાવેલું પોટ્રેટ રૌદ્ર હનુમાન માત્ર ભારતમાં નહીં પણ વિદેશોમાં પણ વાહનો પર જોવા મળે છે. કરણ આચાર્યની યોજના હવે વિવિધ મર્ચેન્ડાઇઝડમાં ઉપયોગ કરવાની તેમની કલા જેવી ટી-શર્ટ્સ, પોસ્ટરો પર કામ કરવાની છે. તે પોતાની કંપની તરફથી તસ્વીરને ટી શર્ટ અને અન્ય રીતે પ્રિન્ટ કરી લોકો વચ્ચે લાવવા માટે તૈયારી કરી રહ્યા છે. કરણ આચાર્ય કહ્યું હતું કે ઘણા લોકો તેમને ભગવાન નરસિંહ અને ભગત સિંહની તસ્વીર બનાવવા સૂચવી રહ્યા છે પરંતુ તેઓ હવે સીતાની તસ્વીર પર કામ કરે છે.












Click it and Unblock the Notifications
