કારગિલ વિજય દિવસને આજે 20 વર્ષ પુરા થયા
ભારત અને પાકિસ્તાનની વચ્ચે વર્ષ 1999માં કારગીલ યુદ્ધ થયું હતું. આ યુદ્ધ 16 માર્ચ થી 26 જુલાઈ સુધી ચાલ્યું હતું, જેમાં 26 જુલાઇ, 1999ના રોજ ભારતે જીત મેળવી હતી.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે વર્ષ 1999માં કારગીલ યુદ્ધ થયું હતું. આ યુદ્ધ 16 માર્ચ થી 26 જુલાઈ સુધી ચાલ્યું હતું, જેમાં 26 જુલાઇ, 1999ના રોજ ભારતે જીત મેળવી હતી. તેથી આ દિવસને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ જીત અને શહીદોને યાદ કરવા દેશભરમાં ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે. આ જીતને 26 જુલાઇ, 2017ને બુધવારના રોજ 20 વર્ષ પુરા થયા છે.

આ યુદ્ધ ભારતના કાશ્મીરના કારગીલ વિસ્તારમાં થયુ હતો. આ જીત ભારત માટે એટલા માટે ખાસ છે કારણ કે, પાકિસ્તાની સેનાએ ત્યારે ભારતની ઊંચી ચોકી પર કબજો મેળવી ચૂકી હતી અને તે નીચેથી ઉપરથી તરફ ચઢતા આપણા તમામ સૈનિકોને જોઇ શકતી હતી. આમ છતાં ભારતીય સેનાએ અદમ્ય સાહસ બતાવીને પાકિસ્તાનથી તે ભારતીય ચોકી પાછી મેળવી હતી. આ સ્થળને મેળવવા માટે હાથ ધરાયેલ અભિયાનને ભારતના સૌનિકોએ "ઑપરેશન વિજય" નામ આપ્યું હતું. આ યુદ્ધમાં ભારતે પોતાના 500થી પણ વધારે સૌનિકો ગુમાવ્યા હતા, પરંતુ અંતે વિજય પ્રાપ્ત થયો હતો. આ યુદ્ધને દુનિયાના સૌથી ઊંચાઈએ થયેલ યુદ્ધોની સૂચિમાં સ્થાન મળ્યું છે. આપણા સેનાનીઓ અને તેમની વીરતાને સલામ.
આજના જ દિવસે 26 જુલાઈ, 1999ના રોજ કારગિલની પહાડીઓમાંથી ભારતીય સેનાઓએ પાકિસ્તાનને ખદેડી હતી અને વિજયનું એલાન કર્યુ હતુ. આ ખાસ પ્રસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ યુદ્ધમાં શહીદ જવાનોને યાદ કર્યા. વિજય દિવસના પ્રસંગે જમ્મુ કાશ્મીરના દ્રાસમાં બનેલ કારગિલ વૉર મેમોરિયલને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: કારગિલ વિજય દિવસઃ પીએમ મોદીએ વીર સપૂતોને કર્યુ નમન, શેર કર્યા 1999ના ફોટા












Click it and Unblock the Notifications
