For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કારગિલ વિજય દિવસઃ પીએમ મોદીએ વીર સપૂતોને કર્યુ નમન, શેર કર્યા 1999ના ફોટા

કારગિલ યુદ્ધને આજે 20 વર્ષ પૂરા થઈ ગયા. આ ખાસ પ્રસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ યુદ્ધમાં શહીદ જવાનોને યાદ કર્યા.

|
Google Oneindia Gujarati News

કારગિલ યુદ્ધને આજે 20 વર્ષ પૂરા થઈ ગયા. આજના જ દિવસે 26 જુલાઈ, 1999ના રોજ કારગિલની પહાડીઓમાંથી ભારતીય સેનાઓએ પાકિસ્તાનને ખદેડી હતી અને વિજયનું એલાન કર્યુ હતુ. આ ખાસ પ્રસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ યુદ્ધમાં શહીદ જવાનોને યાદ કર્યા. વિજય દિવસના પ્રસંગે જમ્મુ કાશ્મીરના દ્રાસમાં બનેલ કારગિલ વૉર મેમોરિયલને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી, સાંજ સુધી આવી શકે છે તોફાનઆ પણ વાંચોઃ આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી, સાંજ સુધી આવી શકે છે તોફાન

વીર સપૂતોનુ હું હ્રદયથી વંદન કરુ છુ

વીર સપૂતોનુ હું હ્રદયથી વંદન કરુ છુ

પીએમ મોદીએ વિજય દિવસના પ્રસંગે ટ્વીટ કર્યુ, ‘કારગિલ વિજય દિવસ પર મા ભારતીના વીર સપૂતોનુ હું હ્રદયથી વંદન કરુ છુ. આ દિવસે આપણે આપણા સૈનિકોના સાહસ, શૌર્ય અને સમર્પણની યાદ અપાવે છે. આ પ્રસંગે તેમના પરાક્રમી યોદ્ધાઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ, જેમણે માતૃભૂમિની રક્ષા માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કરી દીધુ. જય હિંદ.' પીએમમોદીએ લખ્યુ કે કારગિલ યુદ્ધ દરમિયાન તેમને ત્યાં જવા અને તેમની સાથે દ્રઢતા સાથે ઉભા રહેવાનો અવસર મળ્યો. પીએમમોદીએ એ વખતના ફોટા પણ શેર કર્યા છે. પીએમ મોદીએ જણાવ્યુ કે તે ત્યારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં પાર્ટી માટે કામ કરી રહ્યા હતા.

શહીદોના આજીવન ઋણી રહીશુ

કારગિલ વિજયના ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શહીદ જવાનોને યાદ કર્યા. તેમણે લખ્યુ, ‘કારગિલ વિજય દિવસ', આપણા કૃતજ્ઞ રાષ્ટ્ર માટે 1999માં કારગિલની ચોટીઓ પર પોતાના સશસ્ત્ર બળોની વીરતાનું સ્મરણ કરવાનો દિવસ છે. અમે આ પ્રસંગે ભારતની રક્ષા કરનાર યોદ્ધાઓના ધૈર્ય તેમજ શૌર્યને નમન કરીએ છીએ. અમે બધા શહીદોના આજીવન ઋણી રહીશુ. જય હિંદ.'

ભારતના સમ્માનની રક્ષા કરી

જ્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ શહીદોને યાદ કરીને ટ્વીટ કર્યુ, ‘કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ પર હું ભારતીય સેનાના શૌર્ય તેમજ બલિદાનને નમન કરુ છુ. આખો દેશ આ બધા શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે જેમણે વિપરીત પરિસ્થિતિઓ છતાં બહાદૂરીથી લડીને ભારતના સમ્માનની રક્ષા કરી. તેમના અદમ્ય સાહસ તેમજ બલિદાન પ્રેરણાસ્પદ છે.'

English summary
kargil vijay diwas: pm modi and president ramnath kovind pay tribute to soldiers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X