કારગિલની મશ્કોહ ઘાટી જ્યાં મુશર્રફે બનાવી હતી નાપાક રણનીતિ
મશ્કોહ વૈલીથી ઋચા બાજપાઇ: કારગિલ વિજય દિવસના અવસર પર મેં વિચાર્યું કે કેમ ન દ્વાસ સેક્ટર સ્થિત તે જગ્યાએ જઇએ જ્યાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ કારગિલ યુદ્ધના સમયે પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ પરવેઝ મુશર્રફે પોતે આવીને પોતાના આતંકીઓને યુદ્ધના નિર્દેશ આપ્યા હતા.
કેવી રીતે પાકે ઉઠાવ્યો શિમલા કરાર જેવો ફાયદો
જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સન 1972માં શિમલા કરાર થયો. તે કરાર હેઠળ બંને દેશ એ વાત પર રાજી થયા હતા કે ઠંડીના સમયે જ્યારે બરફવર્ષા વધુ હોય છે, પોસ્ટો પરથી સેનાને હટાવી દેવામાં આવશે. ભારતે સન 1999 સુધી આ કરાર પર અમલ કર્યો પરંતુ પાકિસ્તાને તેની આડમાં ભારત વિરૂદ્ધ યુદ્ધની શરૂઆત કરી દિધી.
અહીં જ જમાવ્યો હતો પાકિસ્તાની સૈનિકોએ ડેરો
દ્રાસની મશ્કોહ વૈલીને પાકિસ્તાને પોતાના મુખ્ય ગઢ તરીકે પસંદ કર્યો. પરંતુ બરફની આડ લઇને ક્યારે પાક્સિતાની આતંકી દેશમાં દાખલ થઇ ગયા, કોઇને પણ ગંધ ન આવી. સ્થિતી તો ત્યારે વ્ધુ ખરાબ થઇ ગઇ જ્યારે પરવેઝ મુશર્રફ અહીં સુધી આવી પહોંચ્યા. વિશેષજ્ઞ માને છે કે પાકનો ઇરાદો આ ઘાટીને પોતાના કબજામાં લઇને ફરીથી ધીરે-ધીરે કાશ્મીર પર કબજો કરવાનો હતો.

સન્નાટાના છાયામાં આ ઘાટી
આજેપણ જ્યારે તમે મશ્કોહ વૈલી આવશો તો અહીંયા હાજર એક અજીબ સન્નાટો પ્રસરેલો રહે છે.

જંગની યાદ અપાવે છે ઘાટી
આ ઘાટી અહીં આવનારને ન ઇચ્છતાં પણ કારગિલની જંગની યાદ અપાવી દેશે.

મુશ્કોહનો સન્નાટો
અહીં તે જંગ લડવામાં આવી હતી જેમાં પડોશીએ આપણી પીઠમાં છરો ભોંકવામાં કોઇ કસર છોડી ન હતી.

અહીંથી શરૂ થયું હતું કારગિલ યુદ્ધ
પાકિસ્તાનના સૈનિકોએ તેની આડ લઇને ભારતના વિરૂદ્ધ યુદ્ધની શરૂઆત કરી હતી.

અહીં બનાવ્યા હતા બંકર
પાક સેનાએ અહીં ડઝનો બંકર બનાવ્યા હતા. તે બંકરોમાં રહીને જંગ લડી હતી.












Click it and Unblock the Notifications
