પ્રોટેમ સ્પીકર પર સુપ્રિમના ચૂકાદા પર શું બોલ્યા અભિષેક મનુ સિંઘવી અને મુકુલ રોહતગી
કર્ણાટકમાં પ્રોટેમ સ્પીકર કેજી બોપૈયા મુદ્દે સુપ્રિમ કોર્ટમાં પહોંચેલી કોંગ્રેસ અને જેડીએસને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટના પ્રોટેમ સ્પીકરની ચૂંટણી પર કોંગ્રેસ-જેડીએસના વકીલોની યાચિકાને ફગાવી દી
કર્ણાટકમાં પ્રોટેમ સ્પીકર કેજી બોપૈયા મુદ્દે સુપ્રિમ કોર્ટમાં પહોંચેલી કોંગ્રેસ અને જેડીએસને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટના પ્રોટેમ સ્પીકરની ચૂંટણી પર કોંગ્રેસ-જેડીએસના વકીલોની યાચિકાને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કરી દીધુ કે રાજ્યપાલ તરફથી નિયુક્ત કરાયેલા પ્રોટેમ સ્પીકર કેજી બોપૈયાના નેતૃત્વમાં જ બહુમત પરીક્ષણ કરાવવામાં આવશે. આ સાથે જ સુપ્રિમ કોર્ટે કર્ણાટક પ્રશાસનને આદેશ આપ્યા છે કે બહુમત પરીક્ષણ દરમિયાન વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટ કરાવવામાં આવશે. આ મામલે કોર્ટમાંથી નીકળ્યા બાદ અભિષેક મનુ સિંઘવી અને મુકુલ રોહતગીએ શું કહ્યુ, વાંચો આગળ-

સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસ તરફથી પક્ષકાર અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો હતો. લાઈવ ટેલિકાસ્ટથી આશા છે કે નિષ્પક્ષતા જળવાઈ રહેશે. સિંઘવીએ કહ્યુ કે અમે જે માંગ કરી હતી તે સુપ્રિમ કોર્ટે માની લીધી છે. ફ્લોર ટેસ્ટના લાઈવ પ્રસારણ પર કોંગ્રેસ રાજી છે.
આ મામલે મુકુલ રોહતગીએ કહ્યુ કે સુપ્રિમ કોર્ટે કોંગ્રેસની યાચિકાઓને સાંભળ્યા બાદ તેને ફગાવી દીધી. કેજી બોપૈયાને પદ પરથી હટાવવાનો કોંગ્રેસનો પ્રયાસ અસફળ રહ્યો. મને લાગે છે કે તે ગભરાયેલા છે અને ફ્લોર ટેસ્ટ પણ નથી ઈચ્છતા. આ પહેલા સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે જો પ્રોટેમ સ્પીકરને બદલવામાં આવે તો બહુમત પરીક્ષણની કાર્યવાહી એક દિવસ માટે ઠેલવી પડશે. કોર્ટે પ્રોટેમ સ્પીકર મુદ્દે ચૂકાદો સંભળાવતા કહ્યુ કે પ્રોટેમ સ્પીકર ભાજપના જ રહેશે.












Click it and Unblock the Notifications
