For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકનો ફ્લોર ટેસ્ટ, મુંબઈમાં ઈલાજ કરાવતા મળ્યા ‘ગાયબ' કોંગ્રેસ MLA

કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ-જેડીએસ સરકાર ફ્લોર ટેસ્ટની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. ફ્લોર ટેસ્ટ પહેલા ગાયબ કોંગ્રેસ નેતાનો ફોટો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ-જેડીએસ સરકાર ફ્લોર ટેસ્ટની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. ફ્લોર ટેસ્ટ પહેલા ગાયબ કોંગ્રેસ નેતાનો ફોટો સામે આવ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય શ્રીમંત પાટિલ ગઈ રાતે મુંબઈ પહોંચી ગયા છે. અહીં તેમનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે શ્રીમંત બેંગલુરુના વિંડફ્લાવર પ્રકૃતિ રિસોર્ટમાં રોકાયા હતા. શ્રીમંત બુધવારે રાતે જ ઈલાજ કરાવવા માટે મુંબઈ પહોંચ્યા છે. હાલમાં તે ત્યાં હોસ્પિટલમાં ભરતી છે તેમને છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

mla

તમને જણાવી દઈએ કે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યુ કે બી એસ યેદિયુરપ્પાને આટલી ઉતાવળ કેમ છે, હું પૂછવા ઈચ્છુ છુ કે અમારી સરકારને અસ્થિર કરવા પાછળ કોણ છે? કુમારસ્વામીએ કહ્યુ કે બધા મુદ્દાઓ પર ચર્ચા અને પડકાર માટે હું તૈયાર છુ. ભાજપ સરકારને અસ્થિર કરવામાં લાગેલી છે. આયારામ-ગયારામ ધારાસભ્યોનો સિલસિલો ચાલી રહ્યો છે. આપણે કડક કાયદા લાવવાની જરૂર છે જેથી પક્ષપલટાને રોકી શકાય. વળી, યેદિયુરપ્પું કહેવુ છે કે એમાં કોઈ શંકા નથી કે સરકાર વિશ્વાસ મત હારશે. વિશ્વાસ મતની ચર્ચા દરમિયાન ડી કે શિવકુમાર અને ભાજપ ધારાસભ્યો વચ્ચે તીખી ચર્ચા થઈ.

ઉલ્લેખનીય છે કે સંસદમાં બહુમત માટે 105 ધારાસભ્યોની જરૂર હશે. કોંગ્રેસ-જેડીએસના ગઠબંધન 118થી ઘટીને 100 પર આવી જશે. વળી, ભાજપના બે અપક્ષ ધારાસભ્યોના સમર્થન સાથે 107ના આંકડા પર પહોંચી જશે. જો તમામ બાગી ધારાસભ્યોના રાજીનામાને સ્વીકારી લેવામાં આવશે તો પણ બહુમતનો આંકડો આ જ રહેશે. તમને જણાવી દઈએ કે જો ધારાસભ્યોને અયોગ્ય ગણાવી દેવામાં આવે તો તેમને મંત્રી બનવા માટે ફરીથી ચૂંટાઈને આવવુ પડશે.

આ પણ વાંચોઃ મોદી કેબિનેટનો મોટો નિર્ણય, 58 અપ્રાસંગિક કાયદા ખતમ કરવાના બિલને મંજૂરીઆ પણ વાંચોઃ મોદી કેબિનેટનો મોટો નિર્ણય, 58 અપ્રાસંગિક કાયદા ખતમ કરવાના બિલને મંજૂરી

English summary
Karnataka: Amidst floor test missing congress MLA admit in hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X