સર્વે : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નહીં કોંગ્રેસ છે ફેવરેટ

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી રાહુલ ગાંધી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પહેલા ચરણનો પ્રચાર 10 ફેબ્રુઆરીથી શરૂ કરશે. આ પહેલા 4 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકની મુલાકાતે જશે. નોંધનીય છે કે કર્ણાટકમાં આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને આ માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે આ તમામની વચ્ચે એક સર્વે બહાર આવ્યો છે. જે ભાજપને કોંગ્રેસ મુક્તિ ભારતની નીતિની વચ્ચે આવે શકે તેમ છે. આ સર્વે મુજબ કર્ણાટકના 49 ટકા લોકો કોંગ્રેસને પસંદ કરી રહ્યા છે. અને ફરી તે કોંગ્રેસની સરકારને અહીં જોવા માંગે છે. નોંધનીય છે કે ભાજપને અહીં ખાલી 27 લોકો જ પસંદ કરી રહ્યા છે. કર્ણાટક વિધાનસભાને જોતા લોકનીતિ- CSDS દ્વારા એક સર્વે બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 49 ટકા લોકોએ કોંગ્રેસ અને 27 ટકા લોકોએ ભાજપ પર પોતાની પસંદગી ઉતારી છે. જેડીએસને પણ 20 ટકા વોટ મળે તેવી સંભાવના આ સર્વેમાં બહાર આવી છે. આ સર્વે લોકનીતિના નેશનલ કોર્ડિનેટર ડૉ. સંદીપ શાસ્ત્રીની દેખ રેખમાં કરવામાં આવ્યો છે.

Congress

ઉલ્લેખનીય છે કે સર્વે મુજબ બેંગલુરુના 55 ટકા લોકો કોંગ્રેસની સરકારથી ખુશ છે અને ફરી એક વાર કોંગ્રેસની સરકાર અહીં બનતી જોવા ઇચ્છે છે. નોંધનીય છે કે સર્વે મુજબ નાના શહેરોમાં પણ કોંગ્રેસની સારી છબી છે. અને સાઉથ કર્ણાટકમાં કોંગ્રેસની હવા સ્પષ્ટ પણ જોવા મળે છે. નોંધનીય છે કે આ સર્વે 10 થી 15 જાન્યુઆરીની વચ્ચે કરવામાં આવ્યો હતો. અને તેમાં લગભગ 878 લોકોનો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યો હતો. વધુમાં સીએસડીએસ અને લોકનીતિની ટીમે ઘરે ઘરે ફરીને લોકોના નિર્ણયને જાણવાનો પ્રયાસ કર્યો છે. સર્વે મુજબ 11 ટકા લોકો કોંગ્રેસ સરકારના કામથી સંપૂર્ણ પણે ખુશ છે. 46 ટકા કેટલીક હદ સુધી સંતુષ્ટ છે. તો 33 ટકા લોકો કોંગ્રેસના કામથી કેટલીક હદે અસંતુષ્ટ છે. અને 6 ટકા લોકો સંપૂર્ણ પણે અસંતુષ્ટ છે. કર્ણાટકના મોટા શહેરોને છોડી નાના ગામડાની વાત કરીએ તો પણ સર્વે મુજબ કોંગ્રેસને વધુ મત મળે છે. વળી સર્વે મુજબ કર્ણાટકમાં લોકો કોંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને કર્ણાટકના સીએમ તરીકે ફરી એક વાર જોવા માંગે છે. આમ કર્ણાટકમાં આ સર્વે મુજબ ફરી એક વાર કોંગ્રેસની સરકાર બને તેવી સંભાવનાઓ નજરે પડે છે.

English summary
49 per cent would chose the Congress in the Karnataka Assembly Elections 2018, a survey has stated. The survey conducted by Lokniti-CSDS states that the BJP comes second with 27 per cent and the JD(S) would bag 20 per cent of votes.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.