For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બહુમત વિના કર્ણાટકમાં કેવી રીતે સરકાર બનાવશે ભાજપ, આ છે પ્લાન

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીઓના પરિણામ આવ્યા બાદથી જ સરકાર બનાવવા માટે નવા નવા સમીકરણો શોધવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર બનાવવાની કોશિશમાં છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીઓના પરિણામ આવ્યા બાદથી જ સરકાર બનાવવા માટે નવા નવા સમીકરણો શોધવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર બનાવવાની કોશિશમાં છે તો ભાજપ પણ કર્ણાટકમાં સરકાર બનાવવા માટે એક નવી રણનીતિ પર કામ કરી રહ્યુ છે. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે ભાજપની કોશિશ છે કે કોંગ્રેસ અને જેડીએસના વધુમાં વધુ ધારાસભ્યોને રાજીનામા આપવા માટે મજબૂર કરવામાં આવે તો ફ્લોર ટેસ્ટ દરમિયાન તેમને ગેરહાજર રાખવામાં આવી શકાય.

ફ્લોર ટેસ્ટ દરમિયાન તેમને ગેરહાજર રાખવામાં આવે

ફ્લોર ટેસ્ટ દરમિયાન તેમને ગેરહાજર રાખવામાં આવે

સૂત્રોની માનીએ તો ભાજપ આ જ રણનીતિ પર કામ કરી રહ્યુ છે કે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને રાજીનામા આપવા માટે મજબૂર કરવામાં આવે અથવા ફ્લોર ટેસ્ટ દરમિયાન તેમને ગેરહાજર રાખવામાં આવે અને ગઠબંધન માટે જરૂરી સંખ્યા 112 થી ઓછી સંખ્યા પર લઈ જવામાં આવે.

ભાજપની કોંગ્રેસ-જેડીએસના ઓછામાં ઓછા 4-5 ધારાસભ્યો પર નજર

ભાજપની કોંગ્રેસ-જેડીએસના ઓછામાં ઓછા 4-5 ધારાસભ્યો પર નજર

જો કે ભાજપને એન્ટી ડિફેક્શન લૉ ને જોતા કોંગ્રેસના એક તૃતીયાંશ એટલે કે 26 ધારાસભ્યોને લલચાવવાના રહેશે અથવા જેડીએસના 12 ધારાસભ્યોને વિશ્વાસમા લેવાના રહેશે. ભાજપ માટે કોંગ્રેસ-જેડીએસના આટલી મોટી સંખ્યામા ધારાસભ્યોને પ્રભાવિત કરવાનું સરળ નહિ રહે માટે ભાજપની કોશિશ રહેશે કે કોંગ્રેસ જેડીએસના ઓછામાં ઓછા 4-5 ધારાસભ્યોને રાજીનામા આપવા માટે મજબૂર કરવામાં આવે અથવા ફ્લોર ટેસ્ટ દરમિયાન તેમને ગેરહાજર રાખવામાં આવે.

ધારાસભ્યોને લલચાવવાની રણનીતિ

ધારાસભ્યોને લલચાવવાની રણનીતિ

રેડ્ડીબંધુઓ આ લડાઈમાં પૈસાના દમ પર કોંગ્રેસ-જેડીએસના કેટલાક ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી શકે છે. વળી, કોંગ્રેસ તરફથી માત્ર એક ધારાસભ્ય ડીકે શિવકુમાર જ રેડ્ડી બંધુઓ સામે ટકી શકે તેમ છે અને તેમને અત્યારે ધારાસભ્યોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યુ છે.

જેડીએસ-કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવામાં લાગી

જેડીએસ-કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવામાં લાગી

જેડીએસ પોતાની પૂરી તાકાત પોતાના ધારાસભ્યોને કોઈ પણ લાલચથી બચાવવામાં લગાવી રહી છે. વળી, રામલિંગા રેડ્ડીએ કહ્યુ કે અમને પોતાના ધારાસભ્યો પર પૂરો ભરોસો છે, ભાજપ તેમને લલચાવવાની બહ કોશિશ કરી રહ્યુ છે. ભાજપ લોકતંત્રમાં ભરોસો નથી કરતી. ભાજપને માત્ર સત્તા જોઈએ. બધા લોકો અહીં ખુશ છે. કોઈ નાખુશ નથી.

English summary
karnataka assembly elections results bjp new strategy come to power in karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X