કર્ણાટક પેટાચૂંટણીઃ 15 સીટો માટે ચાલી રહ્યુ છે મતદાન, ભાજપે 6 સીટ જીતવી જરૂરી
ર્ણાટકમાં 15 વિધાનસભા સીટો માટે આજે પેટાચૂંટણી થઈ રહી છે. આ બધી સીટો માટે મતદાન શરૂ થઈ ચૂક્યુ છે.
કર્ણાટકમાં 15 વિધાનસભા સીટો માટે આજે પેટાચૂંટણી થઈ રહી છે. આ બધી સીટો માટે મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે ઘણી મહત્વની છે કારણકે આ ચૂંટણીના પરિણામોથી મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાનુ ભવિષ્ય નક્કી થશે. રાજ્યની વિધાનસભામાં કુલ 225 સભ્યો છે એવામાં ભાજપને સત્તામાં રહેવા માટે 6 સીટોની જરૂર છે. તમને જણાવી દઈએ કે આ પેટાચૂંટણી બાદ પણ માસ્કી અને આરઆર નગરની સીટો ખાલી રહેશે.

મતદાન શરૂ
આ બધી 15 સીટો પર સવારે 7 વાગે મતદાન શરૂ થઈ ચૂક્યુ છે અને અહીં મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આજે ચૂંટણીમાં કુલ 37.78 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ બાબતે ચૂંટણી પંચે પોતાની પૂરી તૈયારી કરી દીધી છે. ચૂંટણીના પરિણામ 9 ડિસેમ્બરના રોજ ઘોષિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં 17 ધારાસભ્યોને અયોગ્ય ગણાવી દેવામાં આવ્યા હતા ત્યારબાદ અહીં સીટો ખાલી થઈ ગઈ હતી. જે ધારાસભ્યોને અયોગ્ય ગણાવી દેવામાં આવ્યા હતા તેમાં કોગ્રેસ તેમજ જેડીએસના બાગી નેતા શામેલ છે.

ભાજપ પાસે 105 ધારાસભ્યો
તમને જણાવી દઈએ કે ભાજપ પાસે રાજ્યમાં કુલ 105 ધારાસભ્યો છે જેમાં એક અપક્ષ ધારાસભ્ય છે. અહીં જુલાઈ મહિનામાં જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર આ બાગી ધારાસભ્યોની કારણે પડી ભાંગી હતી ત્યારબાદ એચડી કુમારસ્વામીને ખુરશી પરથી હટવુ પડ્યુ હતુ. જેના કારણે ભાજપે રાજ્યમાં સરકારની રચના કરી હતી. રાજ્યમાં કોંગ્રેસને કુલ 66 સીટો પર જીત મળી હતી જ્યારે જેડીએસને 34 સીટો પર જીત મળી હતી. રાજ્યમાં બસપા પાસે પણ એક ધારાસભ્ય છે અને એક ધારાસભ્ય સ્પીકર છે.

કોંગ્રેસ અને જેડીએસનો કબ્જો
જે ધારાસભ્યોએ બાગી વલણ અપનાવ્યુ હતુ તેમાંથી 13 અયોગ્ય ધારાસભ્યોને ભાજપે મતદાનમાં ઉતાર્યા છે. આ લોકોને સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડવાની પરવાનગી આપી છે. તમને જણાવી દઈએ કે આજે જે 15 સીટો પર પેટાચૂંટણી થઈ રહી છે તેમાંથી 12 સીટો પર કોંગ્રેસ અને 3 સીટો પર જેડીએસનો કબ્જો છે. કોંગ્રેસ નેતાનુ કહેવુ છે કે મતદાન ટકાવારી ઘટશે, જેનો લાભ તેમને થઈ શકે છે. આ પહેલા રાજ્યમાં પેટાચૂંટણી 12 ઓક્ટોબરે થવાની હતી પરંતુ ચૂંટણી પંચે તેને ટાળી દીધી હતી. વાસ્તવમાં અયોગ્ય ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી.












Click it and Unblock the Notifications
