કર્ણાટકના કેબિનેટ મંત્રી સામે નોંધાઈ FIR, ખ્રીસ્તીઓ પર ભડકાઉ ભાષણનો આરોપ
ચૂંટણી પંચના અધિકારીઓએ એક ટીવી ઈન્ટરવ્યુમાં ઈસાઈઓ સામે ભાજપ ધારાસભ્ય મુનિરત્નાના ભડકાઉ ભાષણને લઈને બેંગલુરુના આરઆર નગરમાં એફઆઈઆર નોંધાવી છે.
મુનીરત્નાએ ખ્રિસ્તી સમુદાય વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યુ હતુ, ત્યારપછી તેમની સામે સાંપ્રદાયિક તણાવ વધારવાનો કેસ નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે મુનીરત્ના વર્તમાન બસવરાજ બોમાઈ સરકારમાં કેબિનેટ મંત્રી છે. તેઓ બાગાયત અને આયોજન, પ્રોગ્રામ મોનિટરિંગ અને સ્ટેટિસ્ટિક્સ મંત્રી છે.

તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં આવતા મહિને 10મી મેના રોજ ચૂંટણી યોજાવાની છે. રાજ્યની તમામ 224 વિધાનસભા બેઠકો પર એક સાથે મતદાન થશે. જ્યારે મતગણતરી 13 મેના રોજ થશે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ નેતાઓના નિવેદનો અને તેમના પ્રચાર પર ચાંપતી નજર રાખી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
