For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામુ આપી શકે છે બીએસ યિદયુરપ્પા, સ્થાનિક ચેનલ ટીવી-9 નો દાવો

કર્ણાટકના રાજકીય મહાસંગ્રામમાં અચાનક મોટી ઉલટફેર જોવા મળી રહી છે. સ્થાનિક ટીવી ચેનલ ટીવી-9 ના જણાવ્યા મુજબ બીએસ યેદિયુરપ્પા બહુમત પરીક્ષણ પહેલા રાજીનામુ આપી શકે છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના રાજકીય મહાસંગ્રામમાં અચાનક મોટી ઉલટફેર જોવા મળી રહી છે. સ્થાનિક ટીવી ચેનલ ટીવી-9 ના જણાવ્યા મુજબ બીએસ યેદિયુરપ્પા બહુમત પરીક્ષણ પહેલા રાજીનામુ આપી શકે છે. ભાજપ દ્વારા જરૂરી સંખ્યા ના થવાને કારણે વર્તુળમાં ખાસી નિરાશા દેખાઈ રહી છે. એવુ જણાવવામાં આવી રહ્યુ છે કે યેદિયુરપ્પા વિધાનસભામાં એક ભાવુક ભાષણ આપી શકે છે. જેને તૈયાર કરી દેવામાં આવ્યુ છે. સ્થાનિક ચેનલ મુજબ યેદિયુરપ્પાએ 13 પાનાંનું ભાવુક ભાષણ તૈયાર કર્યુ છે. તે વિધાનસભામાં આ વાંચવાના છે. તમને જણાવી દઈએ કે પૂરી સંખ્યા ન હોવાના કારણે તે નિરાશ છે.

yediyurappa

4 વાગ્યા પહેલા આવી ત્રીજી ટેપ

4 વાગે વિધાનસભામાં બહુમત સાબિત થતા પહેલા વધુ એક ટેપે ખળભળાટ મચાવી દીધો છે. આ વખતે આરોપ છે કે સીએમ યેદિયુરપ્પાએ કોંગ્રેસ ધારાસભ્ય બીસી પાટિલને પદ અને અન્ય લાલચ આપીને પોતાના પક્ષમાં મત આપવા માટે કહ્યુ છે. કોંગ્રેસ ધારાસભ્ય પાટિલે આ આખી વાતચીત રેકોર્ડ કરી લીધી અને વિધાનસભામાં બહુમત સાબિત થતા પહેલા આને રિલીઝ કરી દીધી. આ ત્રીજી ટેપ છે જેમાં ભાજપ પર આરોપ છે કે તે સતત કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં કરવા માટે તમામ પ્રકારની યુક્તિઓ કરી રહ્યુ છે.

કરોડો રૂપિયા અને મંત્રી પદ આપવાની લાલચ

આ પહેલા યેદિયુરપ્પાના પુત્ર બી વાય વિજેન્દ્રની એક કથિત ટેપ રિલીઝ થઈ જેમાં આરોપ છે કે તેમણે કોંગ્રેસ ધારાસભ્યની પત્નીને યેદિયુરપ્પાના પક્ષમાં મત આપવાનું કહ્યુ. બદલામાં પદ અને પૈસાની લાલચ આપવામાં આવી. સૌથી પહેલા કથિત ટેપ ભાજપ સમર્થક જનાર્દન રેડ્ડીની આવી હતી. જેમાં તે એક કોંગ્રેસ ધારાસભ્યને યેદિયુરપ્પાના પક્ષમાં મત આપવા માટે લલચાવી રહ્યા છે. આ કથિત ટેપમાં આરોપ છે કે જનાર્દન રેડ્ડી કોંગ્રેસ ધારાસભ્યને મતના બદલામાં કરોડો રૂપિયા અને મંત્રી પદ આપવાની લાલચ આપી રહ્યા છે.

English summary
karnataka chief minister b s yeddyurappa emotion speech floor test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X