For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી કર્મચારી પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં મોકલે, કર્ણાટક સરકાર બનાવી રહી પ્લાન

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ઈચ્છે છે કે બધા જ રાજ્યોના સરકારી કર્મચારીઓ પોતાના બાળકોને અભ્યાસ કરવા માટે સરકારી સ્કૂલોમાં મોકલે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ઈચ્છે છે કે બધા જ રાજ્યોના સરકારી કર્મચારીઓ પોતાના બાળકોને અભ્યાસ કરવા માટે સરકારી સ્કૂલોમાં મોકલે. તેઓ તેને બધા જ રાજ્યો માટે અનિવાર્ય પણ બનાવવા માંગે છે. કર્ણાટકના બેઝિક શિક્ષામંત્રી અનુસાર સરકાર એક નીતિ બનાવવાનો પ્રત્યન કરી રહી છે, જેથી સરકારી સ્કૂલોમાં એડમિશનને પ્રોત્સાહન મળે.

government school

એન મહેશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્ય કર્મચારીઓના બાળકોને સરકારી સ્કૂલોમાં મોકલવાનું અનિવાર્ય બનાવવાથી સરકારી સ્કૂલોમાં ભણતરનું સ્તર સુધારવામાં મદદ મળશે. પરંતુ આ મામલે કાનૂન બનાવવા માટે તેઓ સંપૂર્ણ આશાવાદી નથી. તેમને જણાવ્યું કે આ મામલે તેઓ કાનૂનના જાણકારોની સલાહ લઇ રહ્યા છે, જેથી સુપ્રીમકોર્ટના તે નિર્ણયની અવમાનના નહીં થાય જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર બાળકોની સ્કુલ પસંદગી અંગે મનમાની કરી શકે છે.

આ પણ વાંચો: ખેડૂત બન્યા કર્ણાટક સીએમ, ખેતરમાં કરી અનાજની વાવણી

રાજ્ય સરકાર કેડીએ 2017 રિપોર્ટને આધાર માનતા સ્કૂલોમાં શિક્ષાનું સ્તર સુધારવા માંગે છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે જે લોકો સરકાર પાસેથી પગાર લે છે તેમને પોતાના બાળકોને સરકારી સ્કૂલોમાં મોકલવા જોઈએ. તેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આવું નહીં કરનાર કર્મચારી સામે કાર્યવાહી પણ કરવી જોઈએ.

English summary
Karnataka chief minister wants all state employees to send their children only to govt schools
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X