Karnataka CM : એ પાંચ કારણો, જે સિદ્ધારમૈયાને કર્ણાટકના મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર બનાવે છે
કર્ણાટકમાં કોંગ્રેસે બીજેપીને રાજ્યમાં સત્તા મેળવી છે. હવે પાર્ટીમાં મુખ્યમંત્રીને લઈને પેચ ફસાયો છે. એક તરફ ધારાસભ્યોએ હાઈ કમાન્ટ પર મામલો છોડ્યો છે તો બીજી તરફ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે ખેંચતાણ છે. આ સ્થિતીમાં હવે સિદ્ધારમૈયા બાજી મારી શકે છે.
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે માટે બે દિગ્ગજ દાવેદાર છે. એક પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને બીજા ડીકે શિવકુમાર. ડીકે શિવકુમાર ચૂંટણી પરિણામો બાદ મુખ્યમંત્રી પદને લઈને વારંવાર નિવેદનો આપી રહ્યા છે તો સિદ્ધારમૈયા મુદ્દે મૌન છે.

સિદ્ધારમૈયાના મૌન પાછળ મોટુ કારણ છે. દિગ્ગજ અને અનુભવી નેતા સિદ્ધારમૈયા સારી રીતે જાણે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ તેમને મુખ્યમંત્રી બનાવશે. પાર્ટીમાં સિદ્ધારમૈયાને જે સમર્થન મળી રહ્યું છે તેને જોતા તેમના માથે જવાબદારી આવે. આ સિવાય કેટલાક એવા કારણો છે જેના કારણે કોંગ્રેસ તેમને મુખ્યમંત્રી બનાવી શકે છે.
જમીન સાથે જોડાયેલા નેતા
સિદ્ધારમૈયા પ્રભાવશાળી નેતા છે અને તમામ ક્ષેત્રના લોકો સાથે જોડાયેલા છે. તે ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ અને સામાન્ય લોકોની ચિંતા માટે કામ કરવા માટે જાણીતા છે. સિદ્ધારમૈયા પછાત વર્ગો અને લઘુમતીઓમાં લોકપ્રિય વ્યક્તિ છે. કર્ણાટક ચૂંટણીમાં ગરીબો અને મુસ્લિમોના મત મળવા પાછળ સિદ્ધારમૈયા જ હતા.
તમામ વર્ગોમાં સારી પહોંચ
ઘણા પ્રદેશો અને વર્ગોના મતદારોએ કોંગ્રેસને નહીં પણ સિદ્ધારમૈયાના નામે મત આપ્યા છે. સિદ્ધારમૈયા પછાત વર્ગો અને લઘુમતી અધિકારોના હિમાયતી છે. સિદ્ધારમૈયા 2013 અને 2023 બંનેમાં અહિન્દા વોટ બેંકને પુનર્જીવિત કરવામાં સફળ થયા. આ ચૂંટણીમાં ગરીબો, દલિતો અને લઘુમતીઓએ સિદ્ધારમૈયાના નામ પર કોંગ્રેસને મત આપ્યા. અહિન્દા વોક્કાલિગાસ કરતા વધુ છે અને રાજ્યની વસ્તીના 2/3 ભાગ ધરાવે છે. એટલે જ બીજેપીએ અનામત આપી હતી પણ સફળ ન થયા.
વચનો પુરા કરનારા નેતા
સિદ્ધારમૈયા ચાર દાયકા કરતા વધુ સમયથી રાજકારણમાં છે અને બે વખત કર્ણાટકના મુખ્યમંત્રી સહિત ઘણા મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. સિદ્ધારમૈયા કર્ણાટકમાં મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરનાર પસંદગીના મુખ્યમંત્રીઓમં પણ સામેલ છે. તેમને રાજ્યની રાજનીતિની ઊંડી સમજ છે અને કાર્યકાળ દરમિયાન પડકારોનો સામનો કરી શકે છે. સિદ્ધારમૈયા કર્ણાટકના સફળ પ્રશાસક સાબિત થયા છે અને તેમના વચનો પૂરા કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.
મુખ્યમંત્રી રહેતા સિદ્ધારમૈયાએ ક્ષીર ભાગ્ય યોજના, ઈન્દિરા કેન્ટીન અને ગરીબો માટે આવાસ યોજના જેવી ઘણી સફળ નીતિઓ લાગુ કરી છે. આ નીતિઓથી લાખો લોકોને ફાયદો થયો છે અને સિદ્ધારમૈયા જનતામાં લોકપ્રિય વ્યક્તિ બન્યા છે.
વાયદા પુરા કરવાનો પડકાર
કર્ણાટક એવું રાજ્ય છે જ્યાં બેરોજગારી, ગરીબી અને વિકાસના અભાવ જેવા પડકાર છે. સિદ્ધારમૈયા પાસે આ સમસ્યાઓ હલ કરવાની કુશળતા છે. આ સિવાય કર્ણાટક ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી પાંચ ગેરંટી સ્કીમ કર્ણાટકના પડકારોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી છે.
કર્ણાટકમાં કોંગ્રેસ માટે હવે તે વચનો પૂરા કરવાનો સમય છે. 2023માં ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ છત્તીસગઢ અને 2024ની લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આ વાયદા પુરા થાય તે જરૂરી છે. આ કોંગ્રેસને આવનારા દિવસોમાં વધુ રાજ્યો જીતવામાં મદદ કરશે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
