For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્લોર ટેસ્ટમાં પાસ સીએમ કુમારસ્વામી, મળ્યા 117 મત

કર્ણાટક વિધાનસભામાં શુક્રવારે થયેલા ફ્લોર ટેસ્ટમાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પાસ થઈ ગયા છે. કુમારસ્વામીએ વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત મેળવ્યો.

|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભામાં શુક્રવારે થયેલા ફ્લોર ટેસ્ટમાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પાસ થઈ ગયા છે. કુમારસ્વામીએ વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત મેળવ્યો. આ ફ્લોર ટેસ્ટમાં કુમારસ્વામીના પક્ષમાં કુલ 117 મત પડ્યા. વળી, ભાજપે ફ્લોર ટેસ્ટનો બહિષ્કાર કર્યો હતો. ભાજપ નેતા બીએસ યેદુરપ્પાએ કહ્યુ કે જો સીએમ કુમારસ્વામીએ ખેડૂતોનું દેવુ માફ ન કર્યુ તો તે 28 મે ના રોજ રાજ્યભરમાં બંધનું એલાન કરશે.

પક્ષનું ભવિષ્ય પણ ગઠબંધન સરકાર પર

પક્ષનું ભવિષ્ય પણ ગઠબંધન સરકાર પર

વિશ્વાસ મત રજૂ કરતા કુમારસ્વામીએ કહ્યુ કે બધુ સમજી વિચારીને જ ગઠબંધન સરકાર બનાવવામાં આવી છે. મને આશા છે કે આ સરકાર સફળ રહેશે. તેમણે કહ્યુ કે તેમના પક્ષનું ભવિષ્ય પણ ગઠબંધન સરકાર પર જ ટકેલુ છે. આ પહેલા કોંગ્રેસના સીનિયર નેતા રમેશ કુમાર નિર્વિરોધ રૂપે વિધાનસભાના સ્પીકર પદે ચૂંટાયા.

સ્પીકર પદની ગરિમા

સ્પીકર પદની ગરિમા

ભાજપે પોતાના સ્પીકર માટે આપેલુ નામ પાછુ ખેંચી લીધુ. સ્પીકર સર્વસંમતિથી ચૂંટાઈ આવે એટલા માટે જ ભાજપે પદ પરથી નામ પાછુ ખેંચી લીધુ. યેદુરપ્પાએ કહ્યુ તેમનો પક્ષ સ્પીકર પદ માટે ચૂંટણીના હકમાં નહોતો એટલા માટે આ નિર્ણય કરવામાં આવ્યો. કર્ણાટક વિધાનસભા સ્પીકર માટે ભાજપના સુરેશ કુમારનું નામ પાછુ લેવા પર બીએસ યેદુરપ્પાએ કહ્યુ કે વિધાનસભા સ્પીકર પદની ગરિમા માટે એ સારુ ના ગણાત કે આના માટે ખેંચતાણ થાય.

ભાજપે બહુમત પરીક્ષણ પહેલા કર્યુ હતુ વૉકઆઉટ

ભાજપે બહુમત પરીક્ષણ પહેલા કર્યુ હતુ વૉકઆઉટ

કર્ણાટક વિધાનસભામાં જેડીએસના બહુમત પરીક્ષણ પહેલા જ ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વૉકઆઉટ કરી દીધુ. શુરવારે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ રાખ્યો. વૉકઆઉટ પહેલા બીએસ યેદુરપ્પાએ જેડીએસ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને સમય સાથે રંગ બદલનારા કહ્યા.

કુમારસ્વામીના ડૂબતા જહાજમાં

કુમારસ્વામીના ડૂબતા જહાજમાં

તેમણે કહ્યુ કે તમે કુમારસ્વામીના ડૂબતા જહાજમાં છો. મને ધારાસભ્યોએ સમર્થન ન આપ્યુ. તે ભ્રષ્ટાચારી બાપ-બેટા સાથે રહેવા ઈચ્છે તો રહે. ત્યારબાદ ભાજપના ધારાસભ્ય શરમ કરોના નારા સાથે વિધાનસભામાંથી ચાલ્યા ગયા. યેદુરપ્પાએ કુમારસ્વામીને બે દિવસમાં ખેડૂતોનું દેવુ માફ ન કરવા પર 28 મે ના રોજ રાજ્યભરમાં બંધના એલાનની વાત કહી. વિધાનસભાની બહાર ભાજપ નેતા આર અશોકે કહ્યુ કે ખેડૂતોના દેવામાફી માટે અમે વૉકઆઉટ કર્યુ છે.

English summary
karnataka cm hd kumaraswamy wins floor test after 117 mlas voted in his favour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X