For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં સરકાર પર સસ્પેન્સ વચ્ચે કોંગ્રેસના 4 ધારાસભ્યો ગાયબ

કર્ણાટકમાં પૂર્ણ થયેલ વિધાનસભા ચૂંટણીમાં જનતાએ કોઈ પણ પક્ષને સંપૂર્ણ બહુમત આપ્યો નથી. બહુમતથી દૂર બધા પક્ષો જોડતોડ કરીને પોતાની સરકાર બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં પૂર્ણ થયેલ વિધાનસભા ચૂંટણીમાં જનતાએ કોઈ પણ પક્ષને સંપૂર્ણ બહુમત આપ્યો નથી. બહુમતથી દૂર બધા પક્ષો જોડતોડ કરીને પોતાની સરકાર બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. સરકાર બનાવવા માટે શરૂ થયેલી જોડતોડની રાજનીતિ પોતાની ચરમ સીમા પર છે. એવા સમાચાર સામે આવ્યા છે કે કોંગ્રેસના ચાર ધારાસભ્યો તેમના સંપર્કમાં નથી. જો કે કોંગ્રેસ સતત આનો ઈનકાર કરી રહી છે. આના પર પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ સ્પષ્ટ કર્યુ કે અમારા બધા ધારાસભ્યો છે. કોઈ મિસિંગ નથી. અમને પૂરો વિશ્વાસ છે કે અમે સરકાર બનાવી રહ્યા છે.

siddharamaiyah

એવુ કહેવામાં આવી રહ્યુ છે કે ધારાસભ્ય આનંદ સિંહ, રાજશેખર પાટિલ, નાગેન્દ્ર અને એમવાય પાટિલ કોઈ પણ કોંગ્રેસી નેતાના સંપર્કમાં નથી. જો કે પક્ષે આ વાત માનવાનો ઈનકાર કરી દીધો છે. વળી, કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ કે અમારા પક્ષમાંથી કોઈ ક્યાંય નથી જઈ રહ્યુ. ભાજપને જે કરવુ હોય તે કરવા દો.

કોંગ્રેસ ધારાસભ્ય અમરેગૌડા લિંગનનગૌડા પાટિલ બચ્ચપુરે ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ કે મને ભાજપ નેતાઓએ ફોન કર્યો હતો. મને કહેવામાં આવ્યુ કે તમે અમારી સાથે આવી જાઓ, તમને મંત્રી બનાવી દઈશુ. પરંતુ હું ક્યાંય જવાનો નથી. એચડી કુમારસ્વામી અમારા મુખ્યમંત્રી હશે. વળી, કોંગ્રેસી નેતા ડીકે શિવકુમારે આરોપ લગાવ્યો તે ભાજપ અમારા ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહ્યુ છે એ અમે જાણીએ છીએ. રોજેરોજ દબાણ છે. આ સરળ નથી કારણકે 2 પક્ષો પાસે જરૂરી સંખ્યા છે. હા, અમારી પાસે પ્લાન જરૂર છે. અમારે અમારા ધારાસભ્યોને બચાવવા પડશે. અમે તમને બતાવશુ કે આગળ શું પ્લાન છે.

English summary
karnataka congress 4 mla are missing siddaramaiah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X