For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'

કર્ણાટક કોંગ્રેસના નેતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી સંગ્રામમાં તમામ નેતાઓના વિવાદિત નિવેદનોનો સિલસિલો શરૂ થઈ ગયો છે. કર્ણાટક કોંગ્રેસના નેતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે. કર્ણાટક કોંગ્રેસ નેતા અને રાજ્યના ધારાસભ્ય બી નારાયણ રાવે પીએમ મોદીને નામર્દ કહ્યા છે. રાવે આ વિવાદિત નિવેદન એક જનસભા દરમિયાન આપ્યુ છે. તમને જણાવી દઈએ કે બી નારાયણ રાવ બીદર જિલ્લાના બસવકલ્યાણથી કોંગ્રેસના ધારાસભ્ય છે.

narayan rao

રાવે જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે જે લોકો નામર્દ છે તે લગ્ન તો કરી શકે છે પરંતુ બાળકો નથી કરી શકતા. પીએમ મોદી લગ્ન કરી શકે છે પરંતુ બાળક નથી થઈ શકતા. આ કોઈ પીએમ નથી જે કામ કરે છે પરંતુ એક પીએમ છે જે જૂઠ બોલે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસની સ્ટાર પ્રચારક વિજયા શાંતિએ પ્રધાનમંત્રીની તુલના આતંકવાદી સાથે કરી હતી. પુલવામા આતંકી હુમલા બાદ વિજયાએ કહ્યુ હતુ કે આજે ભાજપને જોઈને સૌ કોઈ ડરેલા છે. દરેકને ડર છે કે ખબર નહિ ક્યારે મોદી બોમ્બથી ધમાકો કરી દે. મોદી આતંકવાદી જેવા જ દેખાય છે. તે લોકોને પ્રેમ કરવાની જગ્યાએ લોકોને ડરાવી રહ્યા છે. આ પ્રધાનમંત્રીનો ઉદ્દેશ્ય ના હોઈ શકે.

આટલુ જ નહિ આ પહેલા કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ પીએમ મોદી વિશે વિવાદિત નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે MODI નો અર્થ છે મસૂદ અઝહર, ઓસામા, દાઉદ અને આઈએસઆઈ. કોંગ્રેસ પ્રવકતાના આ નિવેદનનો ભાજપે વિરોધ કર્યો છે અને ચૂંટણી કમિશનને આની ફરિયાદ કરી છે. ભારતીય જનતા પાર્ટીના દિલ્લી એકમે કોંગ્રેસ નેતા અને પ્રવકતા પવન ખેડા સામે ચૂંટણી કમિશનને ફરિયાદ કરી છે.

આ પણ વાંચોઃ ગોવાના નવા મુખ્યમંત્રી બન્યા પ્રમોદ સાવંત, 11 કેબિનેટ મંત્રીઓએ પણ લીધા શપથઆ પણ વાંચોઃ ગોવાના નવા મુખ્યમંત્રી બન્યા પ્રમોદ સાવંત, 11 કેબિનેટ મંત્રીઓએ પણ લીધા શપથ

English summary
Karnataka Congress leader controversial remark calls PM Modi Namard.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X