For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક કોંગ્રેસના 3 ધારાસભ્યો ભાજપ નેતાઓ સાથે હોટલમાઃ ડીકે શિવકુમાર

શિવકુમારે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઈમાં ભાજપ નેતાઓ સાથે હતા.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા બાદ કોંગ્રેસે જેડીએસ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી અને કુમારસ્વામી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. કર્ણાટકમાં કુલ 227 વિધાનસભા સીટોમાંથી જેડીએસને માત્ર 37 સીટો પર જીત મળી તેમછતાં જેડીએસના નેતા એચડી કુમારસ્વામી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. આ સમગ્ર રાજકીય ઘટનાક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારની ઘણી મહત્વની ભૂમિકા રહી જેના કારણે રાજ્યમાં કોંગ્રેસ અને જેડીસ ગઠબંધનની સરકાર બની પરંતુ હવે શિવકુમારે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઈમાં ભાજપ નેતાઓ સાથે હતા. ભાજપ રાજ્યની સરકારની પાડવા માટેની કોશિશ કરી રહી છે.

ભાજપનું ઑપરેશન કમલ

ભાજપનું ઑપરેશન કમલ

ડીકે શિવકુમારે કહ્યુ કે ભાજપનું ઑપરેશન લોટસ રાજ્યની સરકારને પાડવા માટે શરૂ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં ધારાસભ્યોનું ખરીદ-વેચાણ થઈ રહ્યુ છે. અમારા ત્રણ ધારાસભ્યો મુંબઈની એ જ હોટલમાં છે જ્યાં ભાજપના અમુક ધારાસભ્યો અને નેતા છે. અમને એ વાતની જાણકારી છે કે ત્યાં શું ષડયંત્ર કરવામાં આવ્યુ છે અને કોને પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ઑપરેશન કમલ ભાજપે વિપક્ષના ધારાસભ્યોને તોડવા માટે શરૂ કર્યુ છે જેનાથી રાજ્યમાં યેદિયુરપ્પાની સરકારને ફરીથી લાવવામાં આવી શકે.

મુખ્યમંત્રી પર લગાવ્યો આરોપ

મુખ્યમંત્રી પર લગાવ્યો આરોપ

શિવકુમારને કોંગ્રેસના સંકટમોચક તરીતે ઓળખવામાં આવે છે. શિવકુમારે એ પણ આરોપ લગાવ્યો કે અમારા મુખ્યમંત્રીનો થોડો ઝૂકાવ ભાજપ તરફ છે, તે આ મામલા સાથે જોડાયેલ તથ્યોનો ખુલાસો નથી કરી રહ્યા. બધા ધારાસભ્યોએ જે કંઈ પણ બની રહ્યુ છે તેની જાણકારી મુખ્યમંત્રીને આપી છે. તેમણે સિદ્ધારમૈયાને પણ આ વાતની જાણકારી આપી છે. પરંતુ મુખ્યમંત્રી આ સમગ્ર પ્રકરણને માત્ર જોઈ રહ્યા છે. જો હું તેમની જગ્યાએ હોત તો 24 કલાકની અંદર આ લોકોનો ખુલાસો કરી દીધો હોત.

અમને ખબર છે તમારો ઈરાદો

અમને ખબર છે તમારો ઈરાદો

જો કે શિવકુમારે દાવો કર્યો છે કે ભાજપ પોતાના ઈરાદામાં સફળ નહિ થઈ શકે. તેમણે કહ્યુ કે આ લોકો કહી રહ્યા હતા કે મકરસંક્રાતિ બાદ ક્રાંતિ થઈ શકે છે, જોઈએ છે, એ સરળ નથી કારણકે પક્ષબદલાવ માટે પહેલેથી કાયદો છે પરંતુ અમે સમજી રહ્યા છે કે તમે કઈ તરફ ઈશારો કરી રહ્યા છો.

આ પણ વાંચોઃ અખિલેશ-માયાવતીના મહાગઠબંધન અંગે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખરે આપ્યુ મોટુ નિવેદનઆ પણ વાંચોઃ અખિલેશ-માયાવતીના મહાગઠબંધન અંગે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખરે આપ્યુ મોટુ નિવેદન

English summary
Karnataka: Congress leaders says our 3 mla are camping with BJP leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X