VIDEO: કોંગ્રેસના કદાવર નેતા ડીકે શિવકુમારે આનંદસિંહને પોતાની પાસે બેસાડ્યા
થોડી જ વારમાં કર્ણાટક વિધાનસભામાં શરૂ થશે બહુમત પરીક્ષણ. કોંગ્રેસના ગાયબ ધારાસભ્ય આનંદ સિંહ પણ વિધાનસભામાં પહોંચી ગયા છે. તે પોતાના પરિવાર સાથે છે.
થોડી જ વારમાં કર્ણાટક વિધાનસભામાં શરૂ થશે બહુમત પરીક્ષણ. કોંગ્રેસના ગાયબ ધારાસભ્ય આનંદ સિંહ પણ વિધાનસભામાં પહોંચી ગયા છે. તે પોતાના પરિવાર સાથે છે. આનંદ સિંહને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર વિધાનસભા લઈને ગયા અને પોતાની પાસે બેસાડ્યા. આ દરમિયાન ડીકે શિવકુમારે કોઈને પણ આનંદ સિંહને મળવા દીધા નહિ.

તમને જણાવી દઈએ કે આનંદ સિંહ એક સમયે યેદિયુરપ્પાના નેતૃત્વવાળી ભાજપ સરકારમાં પર્યટનમંત્રી રહી ચૂક્યા છે. તે સમયે એ ભાજપના નેતા હતા પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં તેમણે ભાજપને સાંપ્રદાયિક કહીને પક્ષનું સભ્યપદ ત્યજી દીધુ હતુ અને કોંગ્રસનું સભ્યપદ ગ્રહણ કરી લીધુ હતુ.












Click it and Unblock the Notifications
