For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ પક્ષમાંથી વધુ એક વિધાયક બહાર, 78 માંથી 75 બચ્યા

કર્ણાટકમાં છેલ્લા 48 કલાકથી ચાલી રહેલી રાજરમત પછી આખરે યેદુરપ્પા મુખ્યમંત્રી બન્યા. હવે યેદુરપ્પા સામે 15 દિવસમાં બહુમત સાબિત કરવાનો પડકાર છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં છેલ્લા 48 કલાકથી ચાલી રહેલી રાજરમત પછી આખરે યેદુરપ્પા મુખ્યમંત્રી બન્યા. હવે યેદુરપ્પા સામે 15 દિવસમાં બહુમત સાબિત કરવાનો પડકાર છે. પરંતુ હવે લાગી રહ્યું છે કે યેદુરપ્પા ના બહુમત ટેંશન કરતા કોંગ્રેસનું ટેંશન વધુ ગયું છે. સરકાર બનાવવાનો મોકો હાથમાંથી નીકળી ગયા પછી હવે તેમના માટે પોતાના વિધાયક બચાવવું ખુબ જ મુશ્કિલ બની રહ્યું છે. કોંગ્રેસના બે વિધાયક પહેલાથી જ લાપતા છે. પરંતુ હવે તેમનો વધુ એક વિધાયક ઓછો થઇ ગયો છે તેવી માહિતી આવી રહી છે.

વિધાયક રાજશેખર પાટીલ

વિધાયક રાજશેખર પાટીલ

જાણકારી અનુસાર ગુરુવારે કોંગ્રેસ વિધાયક રાજશેખર પાટીલ ખરાબ તબિયત હોવાનું જણાવી બેંગ્લોરના ઇંગેલ્ટન રિસોર્ટ થી પોતાના ઘરે ચાલ્યા ગયા. હવે કોંગ્રેસ પાસે 78 માંથી 75 વિધાયક બચ્યા છે. જે બેંગ્લોરના ઇંગેલ્ટન રિસોર્ટમાં રોકાયા છે. તેમના બે વિધાયક આનંદ સિંહ અને પીજી પાટીલ પહેલાથી જ લાપતા થઇ ચુક્યા છે. જેમાંથી આનંદ સિંહ ભાજપમાં જોડાઈ ચુક્યા છે તેવી માહિતી પણ આવી રહી છે.

કર્ણાટકનો સત્તાનો ખેલ

કર્ણાટકનો સત્તાનો ખેલ

કર્ણાટકમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. ભાજપ અહીં મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હોવાને કારણે રાજ્યપાલ વજુભાઇ વાળા ઘ્વારા તેમને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું. યેદુરપ્પા ઘ્વારા ગુરુવારે મુખ્યમંત્રી પદ માટે શપથ પણ લઇ લેવામાં આવી. ભાજપ પાસે બહુમત નહીં હોવા છતાં પણ તેમને સરકાર બનાવવા માટે આપવામાં આવેલા આમંત્રણનો કોંગ્રેસ ઘ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ભાજપ પાસે બહુમત નથી

ભાજપ પાસે બહુમત નથી

ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા સિદ્ધારમૈયાએ કહ્યુ કે, કર્ણાટકની રાજનીતિમાં જે પણ ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેની પાછળ મોદીનો હાથ છે. તેમણે આ વાતનું પુનરાવર્તન કરતાં કહ્યુ કે ભાજપ પાસે પર્યાપ્ત સંખ્યા નથી. સિદ્ધારમૈયાએ કહ્યુ કે, "અમે અસુરક્ષિત નથી. કોંગ્રેસ અને જેડીએસ પાસે સાબિત કરવા માટે જરૂરી સંખ્યા છે. ભાજપ પાસે નથી." તેમણે એ વાતનો પણ દાવો કર્યો કે બધા 118 ધારાસભ્યો વિધાનસભામાં ઉપસ્થિત રહેશે.

ભાજપા લોકતંત્ર ને બરબાદ કરી રહી છે

ભાજપા લોકતંત્ર ને બરબાદ કરી રહી છે

આ દરમિયાન કુમારસ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપા લોકતંત્ર ને બરબાદ કરી રહી છે, આપણે બધાએ દેશ હિતમાં સાથે આવવું પડશે. એટલું જ નહીં પરંતુ તેમને કહ્યું કે રાજ્યપાલે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે, ભાજપા પાસે સરકાર બનાવવા માટે જરૂરી બહુમત નથી.

કર્ણાટકમાં ગંદી રાજનીતિ કરવાનો આરોપ

કર્ણાટકમાં ગંદી રાજનીતિ કરવાનો આરોપ

શિવસેનાએ બીજેપી પર હુમલો કર્યો છે. શિવસેના સંસદ સંજય રાઉત ઘ્વારા બીજેપી પર કર્ણાટકમાં ગંદી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે બીજેપી સત્તા માટે ડર્ટી પોલિટિક્સ કરી રહી છે. તેમને કહ્યું કે બીજેપી પાસે માત્ર 104 સીટો છે. જયારે કોંગ્રેસ અને જેડીએસ પાસે બહુમત છે. તેમ છતાં બીજેપી રાજ્યમાં ગંદી રાજનીતિ કરી રહી છે.

English summary
Karnataka: Congress MLA Raj Shekhar Patil moved from bangalore resort.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X