For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ રાજ્યપાલ, અધ્યક્ષને મળીને કરશે વિશ્વાસ મતના પરીક્ષણની માંગ

કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકાર પર સંકટના વાદળો હજુ સુધી વિખેરાયા નથી. તમામ કોશિશો બાદ પણ બાગી ધારાસભ્યો માનવા તૈયાર નથી.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકાર પર સંકટના વાદળો હજુ સુધી વિખેરાયા નથી. તમામ કોશિશો બાદ પણ બાગી ધારાસભ્યો માનવા તૈયાર નથી. આ દરમિયાન સરકાર બનાવવાના પ્રયાસ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બુધવારે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અને વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશ સાથે મુલાકાત કરીને સંકટગ્રસ્ત ચાલી રહેલી જદ(એસ)-કોંગ્રેસની ગઠબંધન સરકારને વિશ્વાસ મતનું પરીક્ષણ કરાવવાની માંગ કરશે. પાર્ટીના એક અધિકારીએ આ માહિતી આપી. ભાજપ પ્રવકતા જી મધુસૂદને કહ્યુ, 'અમારા પાર્ટી નેતા આજે રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરીને વિધાનસભામાં વિશ્વાસ મતના પરીક્ષણમાં તેમની દખલની માંગ કરશે કારણકે 16 ધારાસભ્યોના રાજીનામા બાદ ગઠબંધન સરકાર અલ્પમતમાં આવી ગઈ છે.'

kumarswami

રાજ્યપાલને મળવા માટે જતા પહેલા ભાજપના પ્રદેશ સ્તરીય નેતા, ધારાસભ્ય અને કાર્યકર્તા વિધાનસભા પાસે મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે પ્રદર્શન કરશે. ભાજપના પ્રદેશ એકમના નેતા પણ વિધાનસભા અધ્યક્ષ સાથે પણ મુલાકાત કરીને તેમને સીધા મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીને વિશ્વાસ મત સાબિત કરવાના નિર્દેશ આપવાના નિર્દેશ આપવા માટે કહીશુ. મધુસૂદને કહ્યુ કે વિધાનસભાના 10 દિવસીય મોનસુન સત્ર આ શુક્રવારથી શરૂ થઈ રહ્યુ છે. રાજ્યપાલ સીધા વિધાનસભા અધ્યક્ષને શુક્રવારને વિશ્વાસ મતનું પરીક્ષણ કરાવવાના નિર્દેશ આપી શકે છે જેનાથી અલ્પમતમાં ચાલી રહેલી સરકારનું શક્તિ પરીક્ષણ થઈ શકે.

રાજીનામુ આપનાર 16 ધારાસભ્યોમાંથી કોંગ્રેસના 11, જદ-એસના ત્રણ, એક ધારાસભ્ય સ્થાનિક દળ કર્ણાટક પ્રાગ્યાવન્તા જનતા પાર્ટી (કેપીજેપી)ના તથા એક અપક્ષ ધારાસભ્ય છે. મધુસૂદને કહ્યુ કે વિધાનસભા અધ્યક્ષે મંગળવારે 13 ધારાસભ્યોને પોતાનુ રાજીનામુ ફરીથી દાખલ કરવા માટે કહ્યુ અને પાંચ અન્ય ધારાસભ્યોને 12જુલાઈ અને 15 જુલાઈએ તેમને મળીને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યુ કે તે પોતાનુ રાજીનામુ સ્વેચ્છાએ આપી રહ્યા છે. તે સત્રમાં ભાગ નહિ લે કારણકે તે પહેલેથી જ રાજીનામુ આપી ચૂક્યા છે. કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય રા રોશન બેગે મંગળવારે રાજીનામુ આપી દીધુ. વળી, કેપીજેપી ધારાસભ્ય આર શંકર અને અપક્ષ ધારાસભ્ય એચ નાગેશે સોમવારે રાજીનામુ આપી દીધુ. મધુસૂદને કહ્યુ, બધા ધારાસભ્યોએ પોતાના રાજીનામાની એક નકલ રાજ્યપાલને આપી છે જે રાજ્યના પ્રમુખ તરીકે વિધાનસભા અધ્યક્ષને વિશ્વાસ મતનું પરીક્ષણ કરાવવાના નિર્દેશ આપશે.

આ પણ વાંચોઃ ક્રિકેટ વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર પર શું બોલ્યા પીએમ મોદીઆ પણ વાંચોઃ ક્રિકેટ વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર પર શું બોલ્યા પીએમ મોદી

English summary
karnataka crisis: bjp to meet governor speakor for floor test in assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X