Karnataka Electio : BJP એ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો જગદીશ શેટ્ટર સામે કોણ?
કર્ણાટક બીજેપીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી વચ્ચે ઉમેદવારોની ત્રીજી યાદી સામે આવી છે. હાલ રાજ્યમાં ઘણા નેતાઓ નારાજ થઈને પાર્ટી છોડી રહ્યા છે ત્યારે હવે બીજેપીએ આ લિસ્ટમાં જગદીશ શેટ્ટરની ટિકિટ કાપીને મહેશ તેગિંગકાઈને ટિકિટ આપી છે.
સોમવારે આવેલી આ યાદીમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ વધુ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં 10 મતવિસ્તારોના ઉમેદવારોના નામ છે. આ યાદીમાં સામેલ દસ નામોમાં એ ઉમેદવાર પણ સામેલ છે જેને હુબલી-ધારવાડ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

આ સીટ સીએમ જગદીશ શેટ્ટરનો મતવિસ્તાર છે. શેટ્ટર રાજ્યના દિગ્ગજ નેતાઓમાંના એક છે અને હવે બીજેપી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે.
જણાવી દઈએ કે જગદીશ શેટ્ટરે રવિવારે ટિકિટ ન મળવાથી નારાજ થઈને બીજેપીમાંથી રાજીનામું આપી દીધું હતું અને સોમવારે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. કોંગ્રેસે તેમને તેમના મતવિસ્તાર હુબલી-ધારવાડ સેન્ટ્રલથી ટિકિટ આપવાનું વચન આપ્યું છે.
#KarnatakaElections2023 | BJP releases third list of candidates.
— ANI (@ANI) April 17, 2023
BJP MLA Aravind Limbavali's wife Manjula Aravind Limbavali to contest from Mahadevapura. pic.twitter.com/Xc7VIautAp
બીજી તરફ બીજેપી દ્વારા આજે જાહેર કરવામાં આવેલી યાદીમાં હુબલી-ધારવાડ બેઠક પર મહેશ તેગિંગકાઈને ટિકિટ આપી છે. અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીમાં આ હુબલી-ધારવાડ બેઠક શેટ્ટરના કારણે બીજેપીનો ગઢ ગણાતી હતી. શેટ્ટર હવે કોંગ્રેસના ઉમેદવાર હશે મહેશને ટક્કર આપશે.












Click it and Unblock the Notifications
