Karnataka Election Survey: કર્ણાટક ચૂંટણી પહેલા સામે આવ્યો મોટો સર્વે, જાણો કોણ બનાવશે સરકાર

Karnataka Election Survey: કર્ણાટક વિધાનસભાની 10 મેના રોજ યોજાનાર ચૂંટણી પહેલા રાજકીય પારો સતત વધી રહ્યો છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે.

આ દરમિયાન કર્ણાટક ચૂંટણીને લઈને એક મોટો સર્વે સામે આવ્યો છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને લોકપોલનો મેગા સર્વે સામે આવ્યો છે. જેમાં કોની સરકાર બનશે તે જણાવવામાં આવ્યુ છે.

congress-bjp

રાજ્યમાં કુલ 224 વિધાનસભા બેઠકો છે, તેથી કોઈપણ પક્ષને સત્તામાં આવવા માટે 123 બેઠકો જીતવી જરૂરી છે. લોક પોલના મેગા સર્વેમાં આ વખતે કોંગ્રેસને બમ્પર જીત મળી રહી છે. લોક પોલ અનુસાર ભારતીય જનતા પાર્ટી 66-69 સીટો જીતે તેવી શક્યતા છે, જ્યારે કોંગ્રેસ 128-131 સીટો જીતે તેવી શક્યતા છે. આ સર્વે 65000 લોકો વચ્ચે કરવામાં આવ્યો છે.

કર્ણાટક મેગા સર્વે

ભાજપ-66-69

કોંગ્રેસ-126-131

જેડીએસ- 21-25

અન્ય- 0-2

માર્ચ મહિનામાં થયેલા સર્વે મુજબ ભાજપને 30-33 ટકા વોટ મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 42-45 ટકા વોટ મળી શકે છે. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં ભાજપને 33-36 ટકા વોટ મળવાની ધારણા હતી. ફેબ્રુઆરીના સર્વેમાં કોંગ્રેસને 39-42 ટકા વોટ મળવાની ધારણા હતી. એટલે કે એક મહિનામાં જ જ્યાં કોંગ્રેસના વોટ શેરમાં વધારો થયો છે, તો બીજી તરફ ભાજપના વોટ શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ભાજપે કર્ણાટકની તમામ 224 વિધાનસભા સીટો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ ત્રીજી અને છેલ્લી યાદી પણ બહાર પાડી છે. છેલ્લી યાદીમાં 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X