Karnataka Election : લગ્ન પહેલા વરરાજા પરિવાર સાથે મત આપવા પહોંચ્યા, જુઓ ફોટો
કર્ણાટકમાં લોકો લોકતંત્ર માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રાજ્યના લોકો પોતાની ગમતી પાર્ટીને મત આપવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે. લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે એક વરરાજા પરિવાર સાથે મત આપવા માટે પહોંચ્યા હતા.
ગઈ વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે શહેરી વિસ્તારોમાં લોકોનો જુસ્સો જોવા મળી રહ્યો છે. આવો જ એક નજારો આજે બેંગલુરુના હનુમંતનગરમાં એક મતદાન મથક પર જોવા મળ્યો હતો. અહીં એક વરરાજા લગ્ન પહેલા મત આપવા પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

લગ્નના દિવસે વરરજા અને તેના પરિવારના સભ્યોએ તમામ જરૂરી કામ છોડીને સૌથી પહેલા મતદાન કર્યું હતું. વરરાજા સાહિલ જૈન અને તેમના પરિવારે સૌપ્રથમ પોતાના દેશના જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવવાનું મહત્વનું માન્યું અને પોતાનો મત આપવા પહોંચ્યા હતા.
વરરાજાએ બેંગલુરુના બાસવાનાગુડી હનુમંતનગરમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો અને કહ્યું કે, હું દેશનો જાગૃત નાગરિક અને જાગૃત મતદાતા છું. તેથી જ મેં મારો મત આપીને ભારતના જાગૃત નાગરિક તરીકેની મારી ફરજ પૂરી કરી છે. અહીં વરરાજા સાહિલે કહ્યું કે, મને ગર્વ છે કે મારા જીવનની નવી સફર શરૂ કરતા પહેલા મેં લોકશાહી દેશના નાગરિક તરીકેની ફરજ નિભાવી.
માત્ર વરરાજા સાહિલ જ નહીં, સાહિલના પરિવારના અન્ય અને સંબંધીઓએ સાથે જઈને પ્રથમ મતદાન કર્યું હતું. પોતાનો મત આપ્યા પછી સાહિલ બેન્ડ બાજા સાથે લગ્ન કરવા કન્યા પૂનમના ઘરે રવાના થયા હતા.












Click it and Unblock the Notifications
