Karnataka Election : 9 એપ્રિલે બીજેપીના ઉમેદવારોનો ફેંસલો થશે, એક સીટ માટે ત્રણ નામ શોર્ટ લિસ્ટ કરાયા

કર્ણાટકમાં કોંગ્રેસે હાલમાં જ તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જો કે બીજી તરફ બીજેપીને અહીં ઉમેદવારો નક્કી કરવામાં ફાંફા પડી રહ્યા હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, બીજેપી બગાવતના ડરથી ઉમેદવારોના નામ નથી જાહેર કરી રહી. હવે સમાચાર આવી રહ્યા છે કે બીજેપીના ઉમેદવારોનો ફેંસલો 9 એપ્રિલે થઈ શકે છે. હાલ એક સીટ પર ત્રણ ઉમેદવારોના નામ શોર્ટ લિસ્ટ કરાયા છે.

bjp

અહેવાલો અનુસાર, કર્ણાટકમાં સત્તાધારી બીજેપી ટૂંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. અહેવાલો મુજબ, આગામી 9 એપ્રિલે બીજેપીની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં કર્ણાટક ચૂંટણીના ઉમેદવારો અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ દિવસે જ બીજેપી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. અગાઉ ભાજપની પ્રથમ યાદી 8મી એપ્રિલે જાહેર થવાની શક્યતા હતી. હવે 9મી એપ્રિલે બેઠક બાદ જાહેરાત થઈ શકે છે.

સૂત્રો અનુસાર, પાર્ટીના કોર ગ્રૂપે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે રાજ્યની દરેક વિધાનસભા બેઠક માટે ત્રણ નામો પસંદ કર્યા છે. આ નામો ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ મૂકવામાં આવશે. જે બાદ ભાજપ હાઈકમાન્ડ ત્રણ નામોમાંથી દરેક વિધાનસભા બેઠક માટે એક ઉમેદવારનું નામ નક્કી કરશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી આ વર્ષની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણીની એક છે. તમામની નજર કર્ણાટક વિધાનસભા ચૂંટણી પર છે. કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ પરિણામ જાહેર થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X