Karnataka Election : JDS એ બીજેપી-કોંગ્રેસ છોડીને આવેલા 28 નેતાઓને ટિકિટ આપી, જાણો પાર્ટીને કેટલો ફાયદો થશે?
કર્ણાટક ચૂંટણી હવે અંતિમ ચરણમાં છે. તમામ પાર્ટીઓએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે અને ઉમેદવારી નોંધાવવાની પ્રકિયા પણ પુર્ણ થઈ ગઈ છે. કર્ણાટકમાં આ વખતે જેડીએસ ફરીથી કિંગ મેકર બની શકે છે. જેડીએસે આ વખતે બીજેપી-કોંગ્રેસ છોડીને આવેલા 28 નેતાઓને ટિકિટ આપી છે.
જ્યારથી ઉમેદવારોની જાહેરાત થવાની શરૂ થઈ ત્યારથી તમામ પાર્ટીના નારાજ નેતાઓ બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ યાદીમાં જેડીએસમાં પણ ઘણા કોંગ્રેસ અને બીજેપીના નેતાઓ જોડાયા છે. હવે આ ચૂંટણીમાં આ નેતાઓ પર મોટો દાવ ખેલ્યો છે.

ટિકિટ કપાવાથી નારાજ થયેલા બીજેપી-કોંગ્રેસના નેતાઓનો સૌથી વધુ લાભ જેડીએસને થયો છે. રાજ્યની સૌથી મોટી અને સૌથી જૂની પ્રાદેશિક પાર્ટી જેડીએસે પક્ષપલટો કરનારાઓને દિલ ખોલીને આવકાર્યા છે અને ટિકિટ પણ આપી છે.
પાર્ટી અધ્યક્ષ કુમારસ્વામીએ બીજેપી અને કોંગ્રેસમાંથી આવેલા કુલ 28 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ તમામ નેતાઓ નારાજ થઈને પાર્ટી છોડીને જેડીએસમાં આવ્યા છે. આમ કરવા પાછળ કુમારસ્વામીની વિચારસરણી એ છે કે કોંગ્રેસ અને બીજેપી છોડનારાઓને કારણે તેમની પાર્ટી વધુ સીટો જીતીને કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં સૌથી વધુ નુકસાન બીજેપીને થયુ છે. ટિકિટ કપાવાથી નારાજ ઘણા બીજેપી નેતાઓ કોંગ્રેસ અને જેડીએસ સાથે જોડાઈ ચુક્યા છે.












Click it and Unblock the Notifications
