Karnataka election : JDS ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન નહીં કરે, જાણો કેમ?
કર્ણાટકમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિક ઉથલપાથલ જોવા મળી રહી છે. મતદાન પહેલા જ હવે કર્ણાટકમાં જેડીએસે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે.
JDS એ ચૂંટણી માટે અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન એટલે કે AIMIM સાથે ગઠબંધનની યોજના પડતી મૂકી છે. આ ગઠબંધનથી લાભ કરતાવધુ નુકસાન થવાની આશંકાને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આ નિર્ણય લીધો છે. જેડીએસનો આ નિર્ણય ઓવૈસીની પાર્ટી માટે મોટો ઝટકો છે.

જેડીએસ સહયોગી પાર્ટી તરીકે જે પાર્ટીઓને સમર્થન આપી રહી છે તે લિસ્ટમાં ઓવૈશીની પાર્ટી એઆઈએમઆઈએમનું નામ નથી. અહીં તમને જણાવી દઈએ કે, ઓવૈસીની પાર્ટી કર્ણાટકમાં પોતાનો જનાધાર વધારવા પ્રયાસ કરી રહી છે. તે સમાન વિચારધારા ધરાવતા પક્ષોની શોધમાં છે, જેમાંથી એક જેડીએસ હોઈ શકે છે.
કર્ણાટક ચૂંટણીમાં ગુલબર્ગ ગ્રામીણ, બાગેપલ્લી, કેઆર પુરા, સીવી રમણનગર, વિજયનગર અને મહાદેવપુરામાં જેડીએસ સીપીએમ અને આરપીઆઈનું સમર્થન કરી રહી છે. નાનજાંગુડમાં પાર્ટી કોંગ્રેસના ઉમેદવાર દર્શન ધ્રુવ નારાયણને સમર્થન આપશે. ડો કે AIMIM જ્યાંથી ચૂંટણી લડી રહી છે તેનું નામ યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી.
સૂત્રો અનુસાર, જેડીએસ અને એઆઈએમઆઈએમના નેતાઓ વચ્ચે બેઠકોના તાલમેલને લઈને કોઈ સહમતિ નથી. આ જ કારણે પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ ગઠબંધનનો ઈરાદો પડતો મુક્યો છે.
JDS ના એક વરિષ્ઠ નેતા અનુસાર,પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓનું માનવું હતું કે AIMIM સાથે ગઠબંધનના કિસ્સામાં કેટલીક વિધાનસભા ક્ષેત્રોમાં પાર્ટી પર નકારાત્મક અસર પડી શકે છે. હવે આ જ કારણે ગઠબંધનનો ઈરાદો પડતો મુકાયો છે.












Click it and Unblock the Notifications
