Karnataka Election : મુસ્લિમ અનામત ખતમ કરીને બે સમુદાયોને ન્યાય કર્યો-બીજેપી
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ અનામતને લઈને સતત વાર પલટવાર જોવા મળી રહ્યા છે. એક તરફ બીજેપી અનામત ખતમ કરીને હિન્દુ વોટ પર દાવ ખેલી રહી છે તો કોંગ્રેસે સત્તામાં આવતા જ મુસ્લિમ અનામત બહાલ કરવાનો વાયદો કર્યો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે બીજેપી પ્રભારીનું મોટુ નિવેદન સામે આવ્યુ છે.
બીજેપી માટે કર્ણટકમાં એક સાંધે તો તેર ટુટે જેવી સ્થિતી છે. ઉમેદવારોની બે યાદી જાહેર કરાયા બાદ ઘણા નેતાઓના બગાવતી તેવર જોવા મળ્યા છે. બીજેપીએ પહેલી બે યાદીમાં મોટા પાયે જૂના જોગીઓની ટિકિટ કાપી છે. આમાં મંત્રીઓ પણ સામેલ છે. બીજેપીએ ઉમેદવારની જાહેરાત ન કરતા કોંગ્રેસ સતત હમલાવર જોવા મળી હતી. જે બાદ બીજેપીએ યાદી જારી કરી હતી.

યાદી જાહેર થયા બાદ મીડિયા સાથે વાત કરતા કર્ણાટક બીજેપી પ્રભારી અરુણ સિંહે કહ્યું કે, જો કોઈ રાજકીય પક્ષ સોશિયલ એન્જિનિયરિંગ અને સામાજિક ન્યાય કરે છે તો તે ભાજપ છે. કર્ણાટકમાં અમારી સરકારે મુસ્લિમો માટેનો ગેરબંધારણીય 4 ટકા ક્વોટા નાબૂદ કરીને અને વોક્કાલિગા અને લિંગાયતોને 2 વધુ ક્વોટા આપીને ન્યાય કર્યો છે.
આગામી ચૂંટણીને લઈને અરુણ સિંહે કહ્યું કે, કોંગ્રેસ સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર અને મલ્લિકાર્જુન ખડગેના જૂથોમાં વહેંચાયેલી છે. તેમણે કહ્યું કે, ચૂંટણીની બેઠકોની જાહેરાત થતાં જ કોંગ્રેસમાં ખળભળાટ મચી જશે. વી સોમન્ના વરુણા મતવિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે અને તે નિશ્ચિત છે કે સિદ્ધારમૈયા ચોક્કસપણે હારી જશે. ડીકે શિવકુમાર સામે લડી રહેલા આર અશોક તેમને હરાવશે.












Click it and Unblock the Notifications
