Karnataka Election : મલ્લિકાર્જુન ખડગેનું વિવાદિત નિવેદન, કહ્યું-પીએમ મોદી ઝેરીલો સાપ
કર્ણાટક વિધાનસભા માટે આગામી 10 મેંના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. મતદાન પહેલા તમામ પાર્ટીઓ કર્ણાટક ફતેહ કરવા માટે મેદાને પડી છે. ચૂંટણી પ્રચાર વચ્ચે તમામ પાર્ટીના નેતા એકબીજા પર પ્રહાર કરી રહી છે. જો કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર વિવાદીત નિવેદન આપીને હંગામો ઉભો કર્યો છે.
હાલ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બીજેપી, કોંગ્રેસ અને જેડીએસનો પ્રચાર આક્રમક બન્યો છે. બીજેપી અને કોંગ્રેસના તમામ મોટા નેતાઓ કર્ણાટક પહોંચી રહ્યા છે. રેલીઓ, જાહેર સભાઓ અને રોડ શો દ્વારા મતદારોને મત આપવા અપીલ કરી રહ્યા છે. આ માહોલ વચ્ચે ખડગેના આ નિવેદને મોટો વિવાદ ઉભો કર્યા છે.

ગુરુવારે કલબુર્ગીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખો હુમલો કર્યો હતો. જો કે ખડગેએ વાત વાતમાં મોટી ટિપ્પણી કરી દીધી હતી. અહીં તેમણે કહ્યું કે, મોદી ઝેરી સાપ જેવા છે, તમે વિચારી શકો છો કે તે ઝેર છે કે નહીં. જો તમે તેને ચાટશો તો તમે મરી જશો.
#KarnatakaAssemblyElections2023 | PM Modi is like a 'poisonous snake', you might think it’s poison or not. If you lick it, you’re dead...: Congress chief Mallikarjun Kharge in Kalaburagi pic.twitter.com/Bqi7zVFnO9
— ANI (@ANI) April 27, 2023
અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી જ્યારે કોઈ નેતાએ બીજા પક્ષના નેતા વિશે વિવાદીત નિવેદન આપ્યુ હોય. આ પહેલા પણ ઘણા નેતાઓ વિવાદીત નિવેદન આપી ચુક્યા છે.












Click it and Unblock the Notifications
