Karnataka election : બીજેપી ધારાસભ્ય રાજીનામુ આપી કોગ્રેસમાં જોડાયા, ટિકીટ ન મળતા પાર્ટી છોડી હતી
કર્ણાટકમાં ચૂંટણીની જાહેરાત બાદ રાજનીતિક ગતિવિધિ તેજ થઈ ગઈ છે. દરેક ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ નેતાઓ પાર્ટી બદલી રહ્યા છે ત્યારે હવે બીજેપી છોડીને તેના એક નેતા કોંગ્રેસમાં જોડાયા છે. કર્ણાટકમાં કોંગ્રેસ સતત બીજેપીને ઝટકા આપી રહી છે ત્યારે હવે વધુ એક ઝટકો આપતા કુદલિગીના ધારાસભ્ય એનવાય ગોપાલકૃષ્ણ કોંગ્રેસમાં જોડાયા છે. હાલમાં જ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે ગોપાલકૃષ્ણ ડીકે શિવકુમારની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે.

આ મુદ્દે વાત કરતા કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે જણાવ્યું કે, 10 મેની કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા બીજેપી અને જેડી(એસ)ના ઘણા નેતાઓનું જૂની પાર્ટીમાં પાછા જોડાવું એ પુરાવો છે કે જનતાની લાગણી પક્ષની તરફેણમાં છે અને આ શક્તિ પક્ષની તરફેણમાં પરિણામ લાવશે.
પાર્ટીમાં તેમનું સ્વાગત કરતા શિવકુમારે આગળ જણાવ્યુ કે, બીજેપી અને જેડીએસના ઘણા નેતાઓ અમારી પાર્ટીમાં જોડાવા માંગે છે અને અમારા દરવાજા ખટખટાવી રહ્યા છે. શિવકુમારે કહ્યું કે આ એ વાતનો પુરાવો છે કે રાજ્યની જનતાનો અવાજ કોંગ્રેસની તરફેણમાં છે અને અમે સાચા માર્ગ પર છીએ. તેમણે કહ્યું કે, ગોપાલકૃષ્ણ બીજેપીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા છે. હવે જેડીએસના ધારાસભ્ય કેએમ શિવલિંગ ગૌડાએ પણ રાજીનામું આપ્યું છે અને ટૂંક સમયમાં જ પાર્ટીમાં જોડાશે.
અહીં તમને જણાવી દઈએ કે, બીજેપી છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા ગોપાલકૃષ્ણ છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તે ચિત્રદુર્ગ જિલ્લાની મોલાકલમુરુ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચાર વખત ચૂંટાયા હતા અને એક વખત બલ્લારીથી 2018માં બીજેપીની ટિકિટ પર જીતી ચુક્યા છે. 2018 માં કોંગ્રેસે ટિકિટ ન આપતા ગોપાલકૃષ્ણ ચૂંટણી પહેલા જ બીજેપીમાં જોડાયા હતા.












Click it and Unblock the Notifications
