Karnataka Election : ઝિઓન હિલ્સ વિસ્તારમાં કેજીએફ પોલીસની મોટી કાર્યવાહી, 4 કરોડથી વધુ રોકડ જપ્ત કરી
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ રૂપિયાનો ખેલ ઉઘાડો પડી કહ્યો છે. હજુ હાલમાં જ ઈન્કમટેક્સ વિભાગે 1 કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી ત્યારે હવે વધુ એક કાર્યવાહીમાં 4 કરોડથી વધુની રકમ ઝડપાઈ છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મની પાવરના ઉપયોગની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. અહેલાવો અનુસાર, પોલીસને માહિતી મળતા તાત્કાલિક કાર્યવાહી કરી અને જિયોન હિલ્સ વિસ્તારમાંથી એક કારમાંથી 4.04 કરોડ જેટલી મોટી રકમ જપ્ત કરી છે.

કેજીએફ પોલીસને આ બેહિસાબી રોકડ જિઓન હિલ્સ વિસ્તારમાં એક કાર અને ઘરમાંથી મળી આવી છે. અહેવાલો અનુસાર, આ પૈસા કથિત રીતે મતદારોને વહેંચવા રાખવામાં આવ્યા હતા. પોલીસે કારના માલિક અને રોકડ જપ્ત કરવામાં આવી તે ઘર વિશે કોઈ માહિતી હજુ સુધી જારી કરી નથી.
કર્ણાટકમાં સત્તાધારી બીજેપી અને વિપક્ષ કોંગ્રેસ બંનેને સવાલો કરાઈ રહ્યા છે. મની પાવર ઉપરાંત કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધાર્મિક મુદ્દાઓ પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
#KarnatakaAssemblyElection | Rs 4,04,94,500 unaccounted cash seized from a house and a car in Zion Hills by KGF Police under the direct supervision of SP Dr Dharani Devi. The money was kept allegedly for distribution among voters. Details awaited. pic.twitter.com/0E7T6iRPsb
— ANI (@ANI) May 4, 2023
સિંધિયાએ કહ્યું કે, લોકોને કોંગ્રેસનો હિંદુ વિરોધી ચહેરો સમજાઈ ગયો છે. તુષ્ટીકરણની રાજનીતિ કરનારાઓને યોગ્ય જવાબ મળશે. દેશના પીએમ માટે તે જે પ્રકારની ભાષા વાપરે છે લોકો તેનો પહેલાથી જ યોગ્ય જવાબ આપી ચૂક્યા છે.
224 સભ્યોની વિધાનસભામાં બહુમતીનો વિશ્વાસ વ્યક્ત કરતા સિંધિયાએ કહ્યું કે, કર્ણાટકના લોકો આ વખતે કોંગ્રેસને બહુમતીથી અને સત્તાથી દૂર રાખશે અને બીજેપીની સરકાર બનાવશે.












Click it and Unblock the Notifications
