Karnataka election : અમિત શાહની રેલીમાં વરસાદ વિલન બન્યો, એરપોર્ટ પર રાહ જોતા રહ્યા
કર્ણાટકમાં હાલ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે મેદાને પડી છે ત્યારે આજે અમિત શાહ પણ કર્ણાટક પહોંચ્યા હતા. જો કે અમિત શાહની રેલીમાં વરસાદ વિલન બન્યો હતો.
અમિત શાહ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવા બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. ભાજપના ઉમેદવાર માટે બપોરે દેવનહલ્લીમાં રોડ શો યોજાવાનો હતો પરંતુ ભારે વરસાદને કારણે અમિત શાહનો રોડ શો રદ કરાયો હતો.

આ રોડ શો દેવનહલ્લી તાલુકાના વિજયપુરા ખાતે યોજાવાનો હતો. આના માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. જો કે વરસાદે તમામ તૈયારીઓ પર પાણી ફેરવ્યુ અને અમિત શાહ એરપોર્ટ પર જ રાહ જોતા રહ્યા હતા.
અમિત શાહ તેમના નિર્ધારિત સમય મુજબ બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. વરસાદને કારણે તેઓ સ્થળ પર જતા પહેલા એરપોર્ટ પર રાહ જોતા હતા. વરસાદને કારણે સ્થિતી બગડતા રાજ્ય ચૂંટણી પ્રબંધન સમિતિએ રોડ શો રદ કરવાનો નિર્ણય લીધો હતો.












Click it and Unblock the Notifications
