Karnataka Election Result: કોંગ્રેસની જીતમાં છે કર્ણાટકનું હિત, મારા પિતા ફરી બનવા જોઇએ CM - યતીન્દ્ર

Karnataka Election Result : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી વચ્ચે કોંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્ર એ પ્રતિક્રિયા આપી છે.

યતીન્દ્ર સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીને સત્તાથી દૂર કરવા અમે ગમે તે કરી છૂટવા તૈયાર છીએ. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, કર્ણાટકના હિતમાં મારા પિતાએ ફરીથી મુખ્યમંત્રી બનવું જોઇએ.

Yatindra Siddaramaiah

'મારા પિતાએ કર્ણાટકના હિત, ફરી એકવાર બનવા જોઈએ મુખ્યમંત્રી' - કોંગ્રેસના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, એક પુત્ર તરીકે હું ચોક્કસપણે મારા પિતા સિદ્ધારમૈયાને ફરીથી મુખ્યમંત્રી તરીકે જોવા માંગીશ.

યતીન્દ્ર સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, ગત વખતે તેમની સરકારે ખૂબ જ સારી રીતે શાસન કર્યું હતું, આ વખતે પણ જો તેઓ મુખ્યમંત્રી બનશે, તો ભાજપ સરકાર દ્વારા આપવામાં આવેલા કુશાસનને તેઓ સુધારશે, તેથી રાજ્યના હિતમાં પણ મને લાગે છે કે, તેમણે મુખ્યમંત્રી બનવું જોઈએ.

કોંગ્રેસને મળશે પૂર્ણ બહુમતી - આ સાથે જ યતિન્દ્ર સિદ્ધારમૈયાએ કોંગ્રેસની જીતનો દાવો કર્યો છે. યતીન્દ્ર સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળશે અને અમે સરકાર બનાવીશું. અમને વિશ્વાસ છે અને તમામ વલણોએ પરથી પણ એવું જણાઇ રહ્યું છે કે, કોંગ્રેસ કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતવા જઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X