For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક ચૂંટણી: ફસાયો બહુમતનો પેચ, કોંગ્રેસ માટે હજુ પણ રસ્તો ખુલી શકે છે

કર્ણાટક વિધાનસભા ઈલેક્શન પર હાલમાં બધાની નજર છે. હાલમાં બીજેપી બહુમત તરફ દેખાઈ રહી છે અને એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ સરકાર બનાવી લેશે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભા ઈલેક્શન પર હાલમાં બધાની નજર છે. હાલમાં બીજેપી બહુમત તરફ દેખાઈ રહી છે અને એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ સરકાર બનાવી લેશે. પરંતુ જો નંબર પર વાત કરવામાં આવે તો પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે. આપણે જણાવી દઈએ કે બીજેપી પૂર્ણ બહુમત માટે 112 સીટો જરૂરી છે. હાલમાં તેમને 105 સીટો મળી છે. કોંગ્રેસને 75 સીટો મળતી દેખાઈ રહી છે. જયારે જેડીએસ 39 અને બીએસપી 1 સીટ મેળવી રહ્યા છે. મતગણતરીમાં હજુ પણ કેટલાક રાઉન્ડ બાકી છે. એટલે હજુ પણ નંબરનો આખો ખેલ રહી છે.

karnataka election

આવી પરિસ્થિતિમાં બીજેપી ને રોકવા માટે કોંગ્રેસ અને જેડીએસ સાથે પણ આવી શકે છે. હાલમાં આવી રહેલા આંકડા અનુસાર જો આવું થાય તો બીજેપી માટે ખુબ જ ખરાબ સમાચાર બની શકે છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે કર્ણાટકમાં જેડીએસ એક અલગ પાર્ટી છે. જેડીએસ ભૂતકાળમાં કોંગ્રેસ અને બીજેપી બંને સાથે મળીને સરકાર બનાવી ચુકી છે. વર્ષ 1999 વિધાનસભા ઈલેક્શનમાં જેડીએસ 10 સીટો જેના 10,42 ટકા વોટ મળ્યા હતા. વર્ષ 2004 દરમિયાન 59 સીટો જેમાં 20.77 ટકા વોટ, વર્ષ 2008 દરમિયાન 28 સીટો જેમાં 18.96 ટકા વોટ અને વર્ષ 2013 દરમિયાન 40 સીટો જેમાં 20.09 ટકા વોટ તેમને મળ્યા હતા.

જેડીએસ સ્થાપના એચડી દેવગૌડા ઘ્વારા વર્ષ 1999 દરમિયાન જનતા દળથી અલગ થઈને કરી હતી. કર્ણાટકમાં જનતા દળની કમાન દેવગૌડાના હાથમાં હતી. તેમના નેતૃત્વમાં વર્ષ 1994 દરમિયાન પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી અને દેવગૌડા મુખ્યમંત્રી બન્યા.

English summary
Karnataka election results 2018: bjp is leading still hope for congress know how
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X