Karnataka Election Results 2023 : કર્ણાટકમાં જીત બાદ ભાવુક થયા ડીકે શિવકુમાર, કહ્યું - મને સોનિયા ગાંધીએ...
Karnataka Election Results 2023 : કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમાર ચૂંટણી જીત્યા બાદ ભાઉક થઇ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓને આ જીતનો શ્રેય આપું છું, જેમને એચલી મહેનત કરી છે કે, લોકોનો પર્દાફાશ કર્યો છે. મે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને જીતનું આશ્વાસન આપ્યું છે. મે ભૂલી શકતો નથી, જ્યારે સોનિયા ગાંધી મને જેલમાં મળવા આવ્યા હતા.
કાર્યકર્તાઓને આપ્યો જીતનો શ્રેય - કોંગ્રેસના કર્ણાટકના પ્રમુખ વડા શિવકુમારે આ જીત માટે પાર્ટીના કાર્યકરો અને તમામ નેતાઓને શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકોએ અમારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, નેતાઓએ અમને સમર્થન આપ્યું છે. શિવકુમારે જણાવ્યું હતું કે, તેમણે ગાંધી પરિવાર અને એઆઈસીસી ચીફ ખરગેને જણાવ્યુમ હતું કે, તેઓ કર્ણાટક તેમને સોંપી દેશે.

આ ચૂંટણી પરિણામ લોકસભા ચૂંટણી માટે એક પગથિયું છે : સિદ્ધારમૈયા - જ્યારે મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું હતું કે, આ જનતા જનાર્દન ની જીત છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળવા જઈ રહી છે. અમે પ્રચાર દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસને લગભગ 130 બેઠકો મળશે. આ એક મોટી જીત છે. કર્ણાટકના લોકો પરિવર્તન ઈચ્છે છે. તેઓ ભાજપ સરકારથી કંટાળી ગયા હતા. આ ચૂંટણીનું પરિણામ લોકસભાની ચૂંટણી માટે એક પગથિયું છે. મને આશા છે કે, તમામ બિન-ભાજપ પક્ષો સાથે આવશે. મને આશા છે કે, રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, સમાચાર લખાય છે, ત્યાં સુધી કોંગ્રેસને 133, BJP ને 63 અને JDSને 19 સીટો મળી છે. કોંગ્રેસે સ્પષ્ટ બહુમતીનો આંકડો પાર કરીને ભાજપ અને જેડીએસને હરાવી દીધું છે.












Click it and Unblock the Notifications
