Karnataka Election Results 2023: બેંગલુરુમાં શનિવારે કલમ 144 લાગુ, બંધ રહેશે દારુની દુકાનો
Karnataka Assembly Election Results 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયા બાદ હવે આજે થોડાવારમાં મતગણતરી શરુ થશે. કર્ણાટક ચૂંટણીની મત ગણતરીને ધ્યાનમાં રાખીને શનિવારે સવારે 6 વાગ્યાથી મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી દારૂની દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ આદેશ બેંગલુરુ માટે જાહેર કરવામાં આવ્યો છે. રાજધાની બેંગલુરુમાં શનિવારના રોજ દારૂની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી 13 મેના રોજ મતગણતરી થઈ રહી હોય ત્યારે દારૂ પીને વિજયની ઉજવણીમાં કોઈ હંગામો ન થાય.

શનિવારે સવારે 6 વાગ્યાથી મધરાત 12 વાગ્યા સુધી દારૂની દુકાનો બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે રેસ્ટોરાંમાં પણ આ સમયગાળા દરમિયાન દારૂ પીરસવાની મંજૂરી નથી. બેંગલુરુ પોલીસ કમિશનર પ્રતાપ રેડ્ડીએ 8 મેના રોજ આ આદેશ જાહેર કર્યો હતો.
આદેશમાં જણાવાયું છે કે 13 મેના રોજ દારૂના વેચાણ, સેવા અને સેવન પર પ્રતિબંધ છે પરંતુ દારૂ અને નશા વગરની રેસ્ટોરન્ટમાં અન્ય ખાદ્યપદાર્થોની સપ્લાય ચાલુ રાખી શકાશે.
તમને જણાવી દઈએ કે 10 મેના રોજ કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો માટે મતદાન થયું હતું. 10 મેના રોજ, રાજ્યભરના મતવિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. 13મી મેના રોજ મતગણતરી બાદ શનિવારે સાંજ સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં હાલમાં જ સંપન્ન થયેલી ચૂંટણીની મતગણતરી શનિવારે સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1 વાગ્યા સુધીમાં ટ્રેન્ડ સ્પષ્ટ થઈ જશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે મુકાબલો છે. કર્ણાટકમાં ચૂંટણી માટે મતદાન થયા બાદ 11 એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.
આ 11માંથી ચાર એવા એક્ઝિટ પોલ હતા જેમાં 2018ની સરખામણીમાં કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીને ચૂંટણીમાં આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે અન્ય એક્ઝિટ પોલ રાજ્યમાં ત્રિશંકુ સરકારની રચનાનો અંદાજ છે. જો કે આગામી પાંચ વર્ષમાં કર્ણાટકમાં કયો પક્ષ સરકાર સંભાળશે તે તો શનિવારે સાંજે જ ખબર પડશે.












Click it and Unblock the Notifications
