Karnataka Election : ખડગેની હત્યાનું ષડયંત્રનો આરોપ પાયાવિહોણો, ભાજપ નેતાએ ગણાવ્યું હાસ્યાસ્પદ
Karnataka Election : કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, BJPના નેતા અને ચિત્તાપુર બેઠક પરથી ધારાસભ્ય મણિકાંત રાઠોડે મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું છે. આ અંગે મણિકાંત રાઠોડે પ્રતિક્રિયા આપી છે.
મણિકાંત રાઠોડે જણાવ્યું હતું કે, જ્યારે મેં આ સાંભળ્યું, ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું અને હું ખૂબ હસ્યો. કોંગ્રેસ ચૂંટણી હારી જવાથી ડરી રહી છે. આ જ કારણ છે કે, તે આવા પાયાવિહોણા આરોપો લગાવી રહ્યો છે. મેં કોંગ્રેસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મણિકાંત રાઠોડે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તે ફેક છે અને મેં કોઈને ધમકી આપી નથી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ શનિવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, ભાજપ નેતા દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના સમગ્ર પરિવારની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસે એક ઓડિયો ક્લિપ પણ બહાર પાડી હતી, જેમાં મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમના સમગ્ર પરિવારની હત્યા કરવાની વાત કરવામાં આવી હતી.
કોંગ્રેસે ચિત્તપુરથી ભાજપના ઉમેદવાર મણિકાંત રાઠોડ પર આ અંગે આરોપો લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, મણિકાંત રાઠોડ ચિત્તપુર સીટથી મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે સાથે ચૂંટણી લડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં મલ્લિકાર્જુન ખડગે અને તેમના પુત્ર પ્રિયંક ખડગેએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના પર ઘણોહોબાળો થયો હતો.
અત્રે નોંધનીય છે કે, મણિકાંત રાઠોડ વિરુદ્ધ 30 ફોજદારી કેસ નોંધાયેલા છે, ગયા વર્ષે નવેમ્બરમાં પ્રિયંક ખડગેને ધમકી આપવા બદલ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમને જામીન પર છોડવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
