For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

100 કરોડમાં વિધાયકો ખરીદી રહી બીજેપી: કુમારસ્વામી

કર્ણાટકમાં કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમત નહીં મળવાથી રાજનીતિ ગરમાઈ ચુકી છે. જ્યાં એક તરફ બીજેપી ઘ્વારા સરકાર બનાવવા માટે દાવો રજુ કરવામાં આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમત નહીં મળવાથી રાજનીતિ ગરમાઈ ચુકી છે. જ્યાં એક તરફ બીજેપી ઘ્વારા સરકાર બનાવવા માટે દાવો રજુ કરવામાં આવ્યો છે. જેની સાથે કોંગ્રેસ અને જેડીએસ પણ સાથે આવીને સરકાર બનાવવા માટે દાવો કરી રહ્યા છે. હાલમાં બધાની નજર રાજ્યપાલ પર છે. આ દરમિયાન જેડીએસ નેતા કુમારસ્વામી ઘ્વારા બીજેપી પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. એચડી કુમારસ્વામી ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે બીજેપી તેમની પાર્ટીના દરેક વિધાયકને 100 કરોડમાં ખરીદવાની કોશિશ કરી રહી છે. તેની સાથે સાથે તેઓ વિધાયકને કેબિનેટ પદ પણ ઓફર કરી રહ્યા છે. એચડી કુમારસ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ નથી ઇચ્છતા કે કર્ણાટકમાં વિધાયકોની ખરીદી થાય.

કુમારસ્વામી ઘ્વારા બીજેપી પર ગંભીર આરોપ

કુમારસ્વામી ઘ્વારા બીજેપી પર ગંભીર આરોપ

બેંગ્લોરમાં જનતા દળ સેક્યુલર વિધાયક દળની બેઠકમાં કુમારસ્વામી વિધાયક દળના નેતા પસંદ કરી લેવામાં આવ્યા છે. ત્યારપછી પ્રેસ કોન્ફ્રન્સ કરીને તેમને બીજેપી પર ગંભીર આરોપ લગાવ્યા. તેમને જણાવ્યું કે જેડીએસ ના દરેક વિધાયકને બીજેપી 100 કરોડ રૂપિયાની ઓફર આપી રહી છે. તેમને સવાલ કર્યો કે આખરે આટલું કાળું નાણું ક્યાંથી આવ્યું? ઈન્ક્મ ટેક્સ અધિકારીઓ ક્યાં છે?

મને બંને તરફથી ઓફર આપવામાં આવી

મને બંને તરફથી ઓફર આપવામાં આવી

એચડી કુમારસ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને બંને તરફ થી ઓફર આપવામાં આવી. હતી તેમને આગળ કહ્યું કે મારા પિતાના કરિયર પર કાળો દાગ લાગ્યો જયારે હું વર્ષ 2004 અને 2005 દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યો ગયો. હવે ભગવાને મને તે દાગ સાફ કરવાનો મોકો આપ્યો છે, એટલા માટે કોંગ્રેસ સાથે જઈ રહ્યો છું. ભાજપની અશ્વમેઘ યાત્રા ઉત્તરથી શરૂ થયી અને કર્ણાટકમાં અમે તેને રોકી દીધી. કર્ણાટકની જનતાએ ભાજપની અશ્વમેઘ યાત્રા રોકવા માટે જનાદેશ આપ્યો છે

ભાજપની અશ્વમેઘ યાત્રા રોકવા માટે જનાદેશ

ભાજપની અશ્વમેઘ યાત્રા રોકવા માટે જનાદેશ

એચડી કુમારસ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું કે "ઓપેરેશન કમલ" ની સફળતાને ભૂલી જાઓ. ત્યાં એવા લોકો છે જે બીજેપી છોડીને અમારી સાથે આવવા માટે તૈયાર છે. જો તમે અમારા વિધાયક તોડવાની કોશિશ કરશો તો અમે પણ એવું જ કરીશુ. અમે તમને ડબલ નુકશાન કરીશુ. પ્રકાશ જાવડેકર સાથે તેમની મુલાકાત સવાલ પર તેમને કહ્યું કે તેમની પ્રકાશ જાવડેકર સાથે કોઈ જ મુલાકાત થયી નથી. આ બધું બકવાસ છે. તેમની હજુ સુધી કોઈ પણ બીજેપી નેતા સાથે મુલાકાત થયી નથી.

English summary
Karnataka Elections 2018: HD Kumaraswamy claims BJP offerer Rs. 100 Crore for JD(S) MLA to switch sides.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X