For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka Election: કોંગ્રેસે જાહેર કરી 7 ઉમેદવારોની વધુ એક યાદી, જગદીશ શેટ્ટાર હુબલી ધારવાડથી લડશે ચૂંટણી

|
Google Oneindia Gujarati News

Karnataka Election: કર્ણાટકમાં 10મેએ યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ 7 ઉમેદવારોની એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આ યાદી મંગળવારે મોડી રાતે જાહેર કરી.

આ યાદીમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર હુબલી-ધારવાડથી ચૂંટણી લડશે. આ પહેલા શનિવારે કોંગ્રેસે તેના ચૂંટણી ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી.

congress

કોંગ્રેસે આ યાદીમાં પોતાના 43 ઉમેદવારોના નામ સામેલ કર્યા હતા. આ લિસ્ટની ખાસ વાત એ છે કે પાર્ટીએ કોલાર સીટથી કોથુર મંજુનાથને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ કોલાર સીટની ટિકિટ માંગી રહ્યા હતા, જ્યારે તેમને અન્ય જગ્યાએથી ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો.

Poonam Dhillon Birthday: પૂનમ ઢિલ્લોને શશિ કપૂરને મારી દીધો હતો લાફો, યશ ચોપડા સામે રાખી હતી એવી શરતPoonam Dhillon Birthday: પૂનમ ઢિલ્લોને શશિ કપૂરને મારી દીધો હતો લાફો, યશ ચોપડા સામે રાખી હતી એવી શરત

આપને જણાવી દઈએ કે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા જાન્યુઆરીથી તેમની સુરક્ષિત બેઠક વરુણા સિવાય કોલારથી ચૂંટણી લડવા માટે ટિકિટની માંગ કરી રહ્યા હતા, જેને પાર્ટીએ સ્વીકારી ન હતી. ડીકે શિવકુમાર અને જી પરમેશ્વરા સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓએ અન્ય મતવિસ્તારમાંથી સિદ્ધારમૈયાની ટિકિટનો વિરોધ કર્યો હતો.

એટલું જ નહીં, ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા જ્યારે સિદ્ધારમૈયા દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા, ત્યારે તેમણે કોલારને બદલે માત્ર વરુણા બેઠક પરથી ચૂંટણી લડવાની સલાહ આપી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે બે બેઠકો પરથી એક ઉમેદવારને ચૂંટણી લડાવવાને બદલે અન્ય નેતાઓને પણ ચૂંટણીમાં તક આપવી જોઈએ. કોઈપણ રીતે, કોલાર કોંગ્રેસ માટે જીતવા માટે સુરક્ષિત બેઠક નથી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનતાને કરી અપીલ, સમજી-વિચારીને લો નિર્ણયઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનતાને કરી અપીલ, સમજી-વિચારીને લો નિર્ણય

કોંગ્રેસે પૂર્વ મંત્રી અને અભિનેતામાંથી રાજનેતા બનેલા ઉમાશ્રીને તેરદાલ અને સિદ્દુને કન્નુરથી ટિકિટ આપી છે. કોંગ્રેસે પ્રથમ અને બીજી યાદીમાં 166 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા અને 58 નામ પેન્ડિંગ હતા, જેમાંથી શનિવારે ત્રીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

English summary
Karnataka Elections 2023: Congress issued 7 candidates another list, Jagadish Shettar contest from Hubli Dharwad central
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X