For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka Elections 2023: ભાજપ પછી હવે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર, જાણો શું વચનો આપ્યા

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. બીજેપીના મેનિફેસ્ટોના એક દિવસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટક માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો.

આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ ઉપરાંત કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયા, રાજ્ય પાર્ટી અધ્યક્ષ ડીકે શિવકુમાર અને અન્ય નેતાઓ હાજર હતા.

congress
  • કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં વચન આપ્યુ છે કે સરકાર આવ્યા બાદ તે કર્ણાટકમાં 200 યુનિટ મફત વીજળી આપશે.
  • આ સિવાય પરિવારની દરેક મહિલા વડાને દર મહિને 2000 રૂપિયા મળશે.

Today's IPL 2023 Match: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - GT vs DCToday's IPL 2023 Match: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - GT vs DC

  • બેરોજગાર સ્નાતક યુવાનોને બે વર્ષ માટે દર મહિને 3,000 રૂપિયા અને બેરોજગાર ડિપ્લોમા ધારકોને 1,500 રૂપિયા પ્રતિ માસનુ ભથ્થુ મળશે.
  • આ સાથે તમામ મહિલાઓને નિયમિત KSRTC/BMTC બસોમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવશે.
  • કોંગ્રેસે કર્ણાટક ચૂંટણી 2023 માટેના તેના ઢંઢેરામાં કહ્યું છે કે પાર્ટી 2006થી સેવામાં જોડાતા પેન્શનર સરકારી કર્મચારીઓ માટે OPSના વિસ્તરણ પર સહાનુભૂતિપૂર્વક વિચારણા કરશે.
  • તેણે એક વર્ષમાં તમામ સરકારી વિભાગોમાં નામંજૂર કરાયેલી ખાલી જગ્યાઓ ભરવાનુ પણ વચન આપ્યુ છે.
  • અન્નભાગ્ય યોજના હેઠળ 10 કિલો ચોખાની ગેરંટી પણ આપવામાં આવી છે.

Weather Update: દિલ્લીથી કાશ્મીર સુધી ભારે વરસાદની સંભાવના, 5 દિવસનુ એલર્ટWeather Update: દિલ્લીથી કાશ્મીર સુધી ભારે વરસાદની સંભાવના, 5 દિવસનુ એલર્ટ

  • આગામી 5 વર્ષમાં ખેડૂતોના કલ્યાણ માટે 1.5 લાખનું વચન આપવામાં આવ્યુ છે.
  • પાકના નુકસાન બાદ વળતર માટે 5000 કરોડ રૂપિયાની દરખાસ્ત પણ કરવામાં આવી છે.
  • આ સાથે તેમણે દૂધ પરની સબસિડી 5 રૂપિયાથી વધારીને 7 રૂપિયા કરવાનું વચન આપ્યું છે.
  • નારિયેળના ખેડૂતો અને અન્યો માટે MSP સુનિશ્ચિત કરવામાં આવશે.

Chandra Grahan 2023: 5 મેએ વર્ષનુ પહેલુ ચંદ્ર ગ્રહણ , જાણો સૂતકનો સમય, આ રાશિઓ માટે રહેશે શુભChandra Grahan 2023: 5 મેએ વર્ષનુ પહેલુ ચંદ્ર ગ્રહણ , જાણો સૂતકનો સમય, આ રાશિઓ માટે રહેશે શુભ

તમને જણાવી દઈએ કે સોમવારે, કોંગ્રેસના એક દિવસ પહેલા, ભાજપે કર્ણાટક માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં તેણે 16 મુખ્ય વચનો આપ્યા હતા, જેમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ, BPL કાર્ડ ધારકોને ત્રણ ગેસ સિલિન્ડર આપવાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો પર 10 મેના રોજ મતદાન થશે, જેના પરિણામ 13 મેના રોજ આવશે.

English summary
Karnataka Elections 2023: Congress releases party's manifesto.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X