Karnataka Elections : બીજેપી ઉમેદવારોની બીજી યાદી ક્યારે આવશે?

કર્ણાટકમાં લાંબી રાહ બાદ આખરે ઉમેદવારોની એક યાદી જાહેર કરી દીધી છે. જો કે હજુ ઘણી બધી સીટો માટે ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે અને રાહ જોવાઈ રહી છે. હવે બીજી યાદીને લઈને યેદિયુરપ્પાનું નિવેદન સામે આવ્યુ છે.

મંગળવારે આવેલી ઉમેદવારોની યાદીમાં બીજેપીએ 52 નવા ચહેરાઓને સામેલ કર્યા છે. બીજી તરફ ઘણા જૂના જોગીઓના પત્તા પણ કપાયા છે. બીજેપી કર્ણાટક જીતવા માટે મોટા પાયે દાલ ખેલી કરી રહી છે. હવે બીજેપીના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પાએ જણાવ્યું કે આ વખતે બીજેપી કેટલી સીટો જીતશે.

Yeddyurappa

યેદિયુરપ્પાએ જણાવ્યુ કે, કર્ણાટક વિધાનસભાની 159 બેઠકોમાંથી અમે 125-130 બેઠકો જીતીશું. તેમણે કહ્યું કે ભાજપની પ્રથમ યાદીમાં ઉમેદવારોના નામોથી અમે ખુશ છીએ. અમે કર્ણાટકમાં સરકાર બનાવીશું.

અહીં યેદિયુરપ્પાએ એ પણ જણાવ્યુ કે, ઉમેદવારોની બીજી યાદી આજે રાત સુધીમાં જાહેર કરવામાં આવશે. બીજી તરફ કર્ણાટકના પૂર્વ સીએમ જગદીશ શેટ્ટરને ટિકિટ ન અપાતા બળવાખોર વલણ દર્શાવ્યું હતું. હવે તેમને ટિકિટ અપાઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X