For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka Floor Test: જો આવું કર્યું તો વોટ માન્ય નહીં ગણાય

કર્ણાટક વિધાનસભામાં આજે સાંજે 4 વાગ્યે થનાર ફ્લોર ટેસ્ટમાં બધા જ વિધાયકોને વિશેષ સૂચના આપવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભામાં આજે સાંજે 4 વાગ્યે થનાર ફ્લોર ટેસ્ટમાં બધા જ વિધાયકોને વિશેષ સૂચના આપવામાં આવી છે. વિધાયકોને જણાવવામાં આવ્યું છે કે તેઓ પોતાની નિર્ધારિત સીટ પર જ બેસે નહીં તો તેમનો વોટ માન્ય નહીં ગણાય. વિધાયકોને જણાવવામાં આવ્યું છે કે જો તેઓ પોતાની સીટ પર નહીં હોય તો તેમનો વોટ માન્ય નહીં ગણાય. તેની સાથે સાથે એવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે 10 -10 વિધાયકો એક એક કરીને પોતાનો વોટ આપશે. તેમને પોતાનો હાથ ઉઠાવવો પડેશે ત્યારપછી તેમની ગણતરી કરવામાં આવશે.

karnataka floor test

આ પહેલા સદનમાં પ્રોટેમ સ્પીકર નિયુક્તિ વિરુદ્ધ કોંગ્રેસની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમકોર્ટ ઘ્વારા તેમની અરજી રદ કરી દેવામાં આવી હતી. સુપ્રીમકોર્ટ ઘ્વારા પોતાના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રોટેમ સ્પીકર કેજી બોપૈયા રહેશે. હવે રાજ્યપાલ ઘ્વારા નિયુક્ત કરવામાં આવેલા પ્રોટેમ સ્પીકર કેજી બોપૈયા બહુમત પરીક્ષણ કરાવશે. તેની સાથે સાથે સુપ્રીમકોર્ટ ઘ્વારા કર્ણાટક પ્રશાશનને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ સદનની કાર્યવાહીનો લાઈવ ટેલિકાસ્ટ કરાવે. સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો પ્રોટેમ સ્પીકર બદલી નાખવામાં આવે તો બહુમત પરીક્ષણની કાર્યવાહી એક દિવસ સુધી લંબાઈ શકે છે.

આપણે જણાવી દઈએ કે આજે સાંજે 4 વાગ્યે યેદુરપ્પા વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરશે. યેદુરપ્પા ઘ્વારા ભરોષો અપાવવામાં આવ્યો છે કે તેઓ સદનમાં બહુમત સાબિત કરવામાં સફળ થશે. પરંતુ હજુ સુધી પણ આ બાબત સ્પષ્ટ નથી થઇ રહી કે 104 વિધાયકો સાથે આખરે ભાજપ કેવી રીતે પોતાનો બહુમત સાબિત કરશે.

English summary
Karnataka Floor Test: Here is how floor test will take place key instructions to mlas BJP Congress JDS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X