Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Karnataka Floor Test Live Updates:મુંબઈની હોસ્પિટલે પહોંચી કર્ણાટક પોલીસ, શ્રીમંત પાટિલ અહીં દાખલ છે

Karnataka Floor Test Live Updates:મુંબઈની હોસ્પિટલે પહોંચી કર્ણાટક પોલીસ, શ્રીમંત પાટિલ અહીં દાખલ છે

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભામાં ગુરુવારે વિશ્વાસ મત પરીક્ષણ ન થઈ શક્યું. દિવસભર સદનમાં ભાજપ-કોંગ્રેસ ધારાસભ્યો એકબીજા પર આરોપો લગાવતા રહ્યા અને હંગામો થતો રહ્યો. સાંજે સ્પીકરે વિધાનસભા શુક્રવાર સુધી સ્થગિત કરી દીધી. ફ્લોર ટેસ્ટ ન કરાવવા પર ભાજપના ધારાસભ્ય વિધાનમાં જ ધરણા પર બેસી ગયા. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સદનમાં ભાજપ પર સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો છે તો બીજી બાજુ ભાજપ કોંગ્રેસ-જેડીએસ પર જાણીજોઈને મતદાનમાં મોડું કરવાનો આરોપ લગાવી રહી છે. સદનમાં કોંગ્રેસ ધારાસભ્ય શ્રીમંત પાટિલ અચાનક બીમાર થવા ર પણ હંગામો થયો, જેના પર સ્પીકરે રિપોર્ટ માંગ્યો. ભાજપ ધારાસભ્યોએ કર્ણાટકના રાજ્યપાલ સાથે મુલાકાત કરી જે બાદ રાજ્યપાલે સ્પીકરને ગુરુારે જ ફ્લોર ટેસ્ટ કરાવવાનો વિચાર કરવા કહ્યું, જો કે સ્પીકરે ગુરુવાર માટે વિધાનસભા સ્થગિત કરી દીધી હતી ત્યારે હવે શુક્રવારે ફ્લોર ટેસ્ટ થશે.

hd kumarswamy

Jul 19, 2019, 10:47 am IST

મુંબઈના સેંટ જ્યોર્જ હોસ્પિટલ પહોંચી કર્ણાટક પોલીસ, અહીં કોંગ્રેસના ધારાસભ્ય શ્રીમંત પાટિલ પણ દાખલ છે.
Jul 19, 2019, 10:46 am IST

મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી સુપ્રીમ કોર્ટ જશે કેમ કે રાજ્યપાલ સ્પીકરના મામલે હસ્તક્ષેપ ન કરી શકેઃ કોંગ્રેસના ધારાસભ્ય નાસિર હુસૈન
Jul 19, 2019, 10:46 am IST

વિધાનસભા સત્ર પહેલા ભાજપના ધારાસ્યો સાથે બીએસ યેદુરપ્પા બેઠક કરશે
Jul 18, 2019, 5:54 pm IST

ભાજપના નેતા બીએસ યેદુરપ્પાએ કહ્યું કે ભલે આજે રાતના 12 વાગી જાય પણ બહુમત રીક્ષણ આજે જ થવું જોઈએ
Jul 18, 2019, 5:28 pm IST

રાજ્યપાલના ઑફિશથી એક વિશેષ અધિકારી સ્પીકર રમેશ કુમાર સાથે મુલાકાત કરવા માટે વિધાનસભા પહોંચ્યા છે.
Jul 18, 2019, 5:25 pm IST

રાજ્યપાલના ઑફિકશી એક વિશેષ અધિકારી સ્પીકર રમેશ કુમાર સાથે મુલાકાત કરવા માટે વિધાનસભા પહોંચ્યા છે.
Jul 18, 2019, 4:20 pm IST

કર્ણાટક વિધાનસભા સાડા ચાર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.
Jul 18, 2019, 4:20 pm IST

કર્ણાટકના સ્પીકર કેઆર રમેશ કુમારે કહ્યું કે જો આ દસ્તાવેજો સાથે જો હું આગળ વધું તો હું કેવા પ્રકરનો સ્પીકર હોઈશ જેમાં મારી પાસે તારીખ કે લેટરહેડ જ નથી.
Jul 18, 2019, 4:18 pm IST

સ્પીકર રમેશ કુમારે શ્રીમંત પાટિલના પરિવારને મળી કાલ સુધીમાં તેમના વિશે રિપોર્ટ માંગ્યો છે.
Jul 18, 2019, 3:03 pm IST

સિદ્ધારમૈયાએ સદનમાં કહ્યં કે કોંગ્રેસ પોતાનો વ્હિપ લાગ કરે, અમને ત્યારે પણ કંઈ વાંધો નથી, તેમના ભાષણ બાદ સ્પીકરે 3 વાગ્યા સુધી લંચ માટે સદનને સ્થગિત કરવાનો ફેસલો લીધો.
Jul 18, 2019, 1:51 pm IST

જ્યારે એક સભ્ય ન આવવાનો ફેસલો કરે છે તો અમારા અટેંડેન્ટ તેમને અટેન્ડેન્સ રજિસ્ટરમાં સહિ કરવા નહિ દે.
Jul 18, 2019, 1:51 pm IST

જો તમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતા આ અધિકારમાં બદલાવનો ઈરાદો રાખો છો તો તમને આવું કરવાની છૂટ છે.
Jul 18, 2019, 1:51 pm IST

હું કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ કરવા માંગું છું કે આ ઑફિસ તમને તમારા અધિકારોનો ઉપયોગ કરવાથી નથી રોકી રહી, તેમાં મારી કોઈ ભૂમિકા નથી.
Jul 18, 2019, 1:51 pm IST

આ સદન સુપ્રીમ કોર્ટનું સૌથી વધુ સન્માન કરે છેઃ કર્ણાટક સ્પીકર
Jul 18, 2019, 11:51 am IST

સ્પીકરની ભૂમિકા ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આપણે કર્ણાટકના વિકાસ માટે કામ કરવું જોઈએઃ કુમારસ્વામી
Jul 18, 2019, 11:06 am IST

સીએમ એચડી કુમારસ્વામી વિધાનસભા પહોંચ્યા.
Jul 18, 2019, 11:06 am IST

અમે 101 ટકા આશ્વસ્ત છએ. તેઓ 100થી ઓછા છે અમે 105 છીએ. તેમની હાર થશે તેમાં શંકાને બીજું કોઈ સ્થાન નથીઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ યેદિયુરપ્પા
Jul 18, 2019, 11:05 am IST

પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિધાનસભા પહોંચી ગયા છે.
Jul 18, 2019, 11:04 am IST

ભાજપના ધારાસભ્યો 2 બસમાં વિધાનસભા પહોંચ્યા
Jul 18, 2019, 12:09 am IST

જો તમામ 16 ધારાસભ્યોના રાજીનામાં સ્વીકારી લેવામાં આવે તો કર્ણાટક વિધાનસભામાં 208 ધારાસભ્યો બચશે. ત્યારે સ્પષ્ટ બહુમતીથી જીતવા માટે કોઈપણ પાર્ટીએ 105 ધારાસભ્યોનું સમર્થન મેળવવું રહ્યું.
Jul 18, 2019, 12:09 am IST

કોર્ટના ફેસલા બાદ કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીએ યેદિયુરપ્પાએકહ્યું હતું કે આ બાગી ધારાસભ્યો માટે એક નૈતિક જીત છે.
Jul 18, 2019, 12:09 am IST

કર્ણાટકના સીએમ કુમારસ્વામીએ 17મીએ સાંજે જનતા દળ સેક્યુલર ચીફ એચડી દેવગૌડા સાથે મુલાકાત કરી હતી.
Jul 18, 2019, 12:09 am IST

સૂત્રો મુજબ કોંગ્રેસના રિસોર્ટથી એક ધારાસભ્ય ગાયબ છે. કોંગ્રેસ પોતાના નેતા શ્રીમંત બાલાસાહેબ પાટિલને શોધી રહી છે. છેલ્લે 8 વાગ્યે રિસોર્ટમાં તેમને જોવામાં આવ્યા હતા. એરપોર્ટ સહિતની જગ્યાએ તેમને શોધવામાં આવી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X