For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંકટ વચ્ચે 1 જૂનથી મંદિરોના કપાટ ખુલશે, આજથી ઑનલાઈન સેવા બુકિંગ શરૂ થશે

કોરોના સંકટ વચ્ચે 1 જૂનથી મંદિરોના કપાટ ખુલશે, આજથી ઑનલાઈન સેવા બુકિંગ શરૂ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણને કારણે 25મેથી દેશભરના તમામ મંદિરો બંધ રાખવાના નર્દેશ આપવામાં આવ્યા છે. કોરોના મહામારીને જોતા મંદિરના કપાટ બે મહનાથી બંધ છે. ભક્ત ભગવાનના દર્શન માટે તરસી ગયા છે. પરંતુ જલદી જ તેમની આ પ્રતિક્ષા પૂરી થનાર છે. કર્ણાટક સરકારે મંદિરોના કપાટ ખોલવાનો ફેસલો લીધો છે. 1 જૂન 2020થી કર્ણાટકના મંદિરો ખોલવાનો ફેસલો લેવામાં આવ્યો છે.

1 જૂનથી મંદિરોના કપાટ ખુલશે

1 જૂનથી મંદિરોના કપાટ ખુલશે

1 જૂનથી કર્ણાટકના 35 હજારથી વધુ મંદિરોના કપાટ ખોલી દેવામાં આશે. મંદિરોને ભક્તો માટે ખોલવામાં આશે. કર્ણાટક સરકારે મોટો ફેસલો લેતા 1 જૂનથી મંદિરો અને પૂજા સ્થળોને ખોલવાનું એલાન કર્યું છે. જો કે આના માટે જલદીજ ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. મંદિરોમાં લોકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું ખાસ ધ્યાન રાખવું પડશે. રાજ્યના મંત્રી કોટા શ્રીનિવાસ પુજારીએ જાણકારી આપતા કહયું કે કર્ણાટક સરકારે 1 જૂનથી મંદિર ખોલવાનો ફેસલો લીધો છે. આને લઈ જલદી જ ગાઈડલાઈન જાહેર કરવામાં આશે. લોકોએ ઓસઓપીનું પાલન કરવું પડશે.

આજથી ઓનલાઈન સેવા બુકિંગ શરૂ

આજથી ઓનલાઈન સેવા બુકિંગ શરૂ

આજેથી કર્ણાટકના 52 મંદિરમાં ઓનલાઈન સેવા બુકિંગ શરૂ થઈ જશે. જ્યારે 31 મે સુધઈ મંદિરો ખોલવાને લઈ તમામ તૈયારીઓ કરી લેવામાં આવશે. સરકાર તરફથી જલદી જ મંદિરો માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે, જેનું બધાએ પાલન કરવાનું રહેશે. જણાવી દઈએ કે મંદિરોના પૂજારી અને ભક્તો બંને મંદિર ખલવાની માંગ કરી રહ્યા હતા, જે બાદ સરકારે આ ફેસલો લીધો છે.

બદ્રીનાથ અને કેદારનાથના કપાટ ખુલ્યા

બદ્રીનાથ અને કેદારનાથના કપાટ ખુલ્યા

જણાવી દઈએ કે અગાઉ લૉકડાઉન વચ્ચે જ ઉત્તરાખંડના બદ્રીનાથ અને કેદારનાથના કપાટ ખોલવમાં આવ્યા, જો કે એ બાદ પણ ત્યાં ભક્તોને દર્શનની મંજૂર નથી મળી. લૉકડાઉનના કારણે ભક્તોની સાથોસાથ મંદિરો બંધ રહેવાના કારણે પણ કેટલાય લોકોના રોજગાર પર અસર પડી છે. હાલમાં જ આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર ટ્રસ્ટે મંદિરમાં કાર્યરત 300 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાઢી મૂક્યા. મંદિરો અને તીર્થયાત્રાઓ બંધ થવાના કારણે લાખો લોકોના રોજગાર પર અસર પડી છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

આજનું રાશિફળ (Today Horoscope): 27 મે 2020નું રાશિફળઆજનું રાશિફળ (Today Horoscope): 27 મે 2020નું રાશિફળ

English summary
karnataka government decided to reopen temples from 1st june
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X