For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ મિડ ટર્મ ચૂંટણીવાળા નિવેદન પર એચડી દેવગૌડાએ યૂટર્ન લીધો

કર્ણાટકઃ મિડ ટર્મ ચૂંટણીવાળા નિવેદન પર એચડી દેવગૌડાએ યૂટર્ન લીધો

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ દેશના પૂર્વ પીએમ અને જેડીએ પ્રમુખ એચડી દેવગૌડાએ કર્ણાટકમાં મિડ ટર્મ ઈલેક્શન વાળા નિવેદન પર યૂટર્ન લઈ લીધો છે. તેમણે પહેલા સંકેત આપ્યા હતા કે રાજ્યમાં મિડ ટર્મ ચૂંટણી થઈ શકે છે. કોંગ્રેસ-જેડીએસની વચ્ચે લોકસભામાં મળેલ હાર બાદ નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે આનાથી પરેશાન છે. તેમણે રિપોર્ટર્સ સાથેની વાતચીતમાં કહ્યું કે તેમનું નિવેદન કોર્પોરેશનની ચૂંટણી સંબંધિત હતું ન કે વિધાનસભા ચૂંટણી વિશે. તેમના નિવેદનથી કર્ણાટકમાં રાજનૈતિક હલચલ તેજ થઈ ગઈ છે.

મિડ ટર્મ ચૂંટણી પર દેવગૌડાનો યૂટર્ન

જેડીએસ પ્રમુખ એચડી દેવગૌડાએ બેંગ્લોરમાં રિપોર્ટર્સ સાથે વાત કરતા કહ્યું કે મેં કોર્પોરેશનની ચૂંટણી સંબંધિત નિવેદન આપ્યું હતું. આ વિધાનસભા ચૂંટણી વિશે નહોતું. અહીં હું મારી પાર્ટીને મજબૂત કરવા માટે છું. તેમણે આગળ કહ્યું કે જેમ કે તેમના દીકરા અને રાજ્યના સીએમ એચડી કુમારસ્વામીએ કહ્યું છે કે આ સરકાર આગામી ચાર વર્ષ સુધી ચાલશે. જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે આ બાબતે સમજ છે.

પહેલા મિડ ટર્મ ચૂંટણીના સંકેત આપ્યા હતા

પહેલા મિડ ટર્મ ચૂંટણીના સંકેત આપ્યા હતા

જેડીએસ પ્રમુખ દેવગૌડાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને બેંગ્લોરમાં કહ્યું હતું કે રાજ્યમાં મિડ ટર્મ ચૂંટણી થશે તેમાં બીજો કોઈ મત નથી. તેઓ 5 વર્ષ સુધી અમારું સમર્થન કરશે પરંતુ હવે તેમના વ્યવહારને જુઓ. અમારા લોકો સ્માર્ટ છે. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં મળેલી કરારી હાર બાદ કોંગ્રેસ અને જેડીએસના નેતા એકબીજા વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. બંનેએ મળીને રાજ્યમાં લોકસભા ચૂંટણી લડી હતી. ભાજપે રાજ્યની 28માંથી 25 સીટ પર જીત હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસ અને જેડીએસને માત્ર 1-1 સીટ જ મળી હતી.

2018માં બંનેએ મળીને સરકાર બનાવી

2018માં બંનેએ મળીને સરકાર બનાવી

પાછલા વર્ષે ભાજપને કર્ણાટકની સત્તાથી દૂર કરવા માટે બંને દળોએ ચૂંટણી બાદ ગઠબંધન કર્યું હતું. જેડીએસને કોંગ્રેસથી ઓછી સીટ મળી હોવા છતાં પાર્ટીએ સમર્થન આપ્યું અને એચડી કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. રાજ્યની 224 વિધાનસભા સીટમાંથી કોંગ્રેસને 77 અને જેડીએસને 37 સીટ મળી હતી. જ્યારે ભાજપ 104 સીટ જીતી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. પરંતુ ભાજપ બહુમતીનો જાદૂઈ આંકડો નહોતું આંબી શક્યું.

રામ રહીમે જેલરને કહ્યું, ખેતીવાડી કરવી છે, પેરોલ આપો રામ રહીમે જેલરને કહ્યું, ખેતીવાડી કરવી છે, પેરોલ આપો

English summary
karnataka: hd deve gowda's u-turn on statement of mid term election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X