કર્ણાટક હિજાબ વિવાદ પર શિવમોગામાં વિરોધ પ્રદર્શન કરવા પર સ્કૂલે સસ્પેન્ડ કર્યા 58 છાત્રો

કર્ણાટક હિજાબ વિવાદ પર વિરોધ પ્રદર્શન કર્યા બાદ કર્ણાટકની એક સ્કૂલના 58 છાત્રોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

શિવમોગાઃ શિરલકોપ્પાના શિવમોગા જિલ્લામાં હિજાબ પર પ્રતિબંધના સામે શુક્રવારે(18 ફેબ્રુઆરી)એ વિરોધ પ્રદર્શન કર્યા બાદ કર્ણાટકની એક સ્કૂલના 58 છાત્રોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. છાત્રોએ વિરોધ કર્યો હતો અને માંગ કરી હતી કે ક્લાસની અંદર હિજાબની અનુમતિ આપવામાં આવે. ત્યારબાદ કર્ણાટકની એક સ્કૂલના 58 છાત્રોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. છાત્રોએ કહ્યુ, 'હિજાબ અમારો અધિકાર છે, અમે મરી જઈશુ પરંતુ હિજાબ નહિ છોડીએ.'

hijab

અધિકારીઓએ કહ્યુ કે જ્યાં સુધી સસ્પેન્શન પાછુ લેવામાં નહિ આવે ત્યાં છાત્રોને પરિસરમાં પ્રવેશ કરવાની અનુમતિ નથી. આ દરમિયાન અન્ય પ્રદર્શનકારીઓ પર પણ મનાઈ હુકમનુ ઉલ્લંઘન કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પોલિસ છાત્રોને નિયમોની માહિતી આપી રહ્યા છે.

ગુરુવારે(17 ફેબ્રુઆરી)એ શિવમોગા જિલ્લા પ્રાધિકરણ દ્વારા જાહેર મનાઈ હુકમનુ ઉલ્લંઘન કરવા પર 9 લોકો સામે સીઆરપીસીની કલમ 144 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. મુસ્લિમ છોકરીઓને કેમ્પસમાં બુરખો ન પહેરવા માટે તેમણે જિલ્લા મુખ્યાલય કસ્બામાં પીયુ કૉલેજના અધિકારીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

તુમકુરુમાં એક ખાનગી પ્રી-યુનિવર્સિટી કૉલેજમાં એક ગેસ્ટ લેક્ચરરે કથિત રીતે હિજાબ ન પહેરવા કે કોઈ ધાર્મિક પ્રતીક પ્રદર્શિત કરવા માટે કહ્યા બાદ રાજીનામુ આપી દીધુ. જો કે કૉલેજ મેનેજમેન્ટે આ આરોપનુ ખંડન કર્યુ છે અને કહ્યુ છે કે આવો કોઈ મામલો નથી.

છેલ્લા ત્રણ વર્ષથી અંગ્રેજી ભણાવતા એક ખાનગી કૉલેજમાં ગેસ્ટ લેક્ચરર તરીકે કામ કરતા ચાંદનીએ પત્રકારોને કહ્યુ કે હિજાબ વિના ક્લાસ લેવા કે કોઈ પણ ધાર્મિક ઓળખને પ્રદર્શિત કરવાના નિર્દેશ અપાયા બાદ તેમને ઠેસ પહોંચી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X